તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • When Kevalanandji Angry On Devotees They Go To Nareshwar

પ.પૂ. કેવલાનંદજી ભક્તોથી નારાજ થતા ત્યારે નારેશ્વર જતા રહેતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ.પૂ.પરમહંસ કેવલાનંદ બાબાનું સ્વાસ્થ્ય સારું રહેતાં આનંદ છવાયો
- નારેશ્વરનાં કોતરોમાં જઈ બાબા ભક્તિમાં લીન થઈ જતા હતા
- ભક્તોને બાબામાં આદર્શ સંતનાં દર્શન થતાં હતાં


હજારો ભક્તો માટે પરમ શ્રદ્ધેય એવા પ.પૂ. પરમહંસ કેવલાનંદજી મહારાજનું સ્વાસ્થ્ય આજે ૧પ મા દિવસે સારું રહ્યું હોવાની વાતથી ભક્તોમાં આનંદ વ્યાપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે હજારો ભક્તોએ ભાઇલાલ અમીન હોસ્પિટલ ખાતે બાબાના દર્શન કર્યા હતા. એટલું જ નહીં રવિવારે બે ચમચી ભોજન પણ લીધું હતું. દરમિયાન બાબાના ભક્તજનોમાંથી પ્રાપ્ત થયેલી માહિ‌તી મુજબ પૂ.બાબા તેમના ભક્તોથી ક્યારેક નારાજ થાય ત્યારે તેઓ નારેશ્વર જતા રહેતા અને ભક્તિમાં લીન થઇ જતા.

પૂ.બાબા સાથેના સંસ્મરણો વાગોળતાં તેમની ખૂબ નજીકના ભક્ત શંકરલાલ ઠક્કરે જણાવ્યું હતું કે, બાબા સાથેના કાયમના સહવાસથી મને તેમનામાં આદર્શ સંતના દર્શન થયા છે. તેઓ વિમલ વિવેકી અને અખૂટ જ્ઞાન-બુદ્ધિનો ભંડાર ધરાવે છે. પ્રસન્નતા-આનંદ બાબાની ઓળખ છે. બાબાના શરણે જવાથી નર્ભિય બનાતું. તેઓ ધૈર્યવાન હોવાની સાથે ક્ષમાના આચાર્ય છે. પૂ.બાબાને સત્ય, પ્રેમ અને કરૂણાની મૂર્તિ‌ લેખાવતા તેમણે કહ્યું હતું કે, શાસ્ત્ર,સાધુતા અને સત્સંગ જ એમનો જીવન ધર્મ છે.

આગળની તસવીરમાં વાંચો બાબા ભક્તોને શું કહેતા અને તેમનું પ્રિય ભોજન કયું હતું