ગ્રાહકોએ બેસ્ટ ક્વોલિટીના ઘઉં ખરીદવા સમાધાન કરવું પડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષની ઘઉં ભરવા માટેની સિઝન શરૂ થઇ ચૂકી છે. આ સિઝનમાં ઘઉંના ભાવમાં ગત વર્ષ કરતાં પ„ થી ૭„ નો નહીંવત્ વધારો થયો છે. પરંતુ ચાલુ વર્ષે મધ્ય પ્રદેશની ઘઉંની વિવિધ જાતની ક્વોલિટીમાં વાવાઝોડાં-કમોસમી વરસાદને કારણે ખરાબી આવી હોઇ ગ્રાહકોએ આ સિઝનમાં બેસ્ટ ક્વોલિટીના ઘઉં ખરીદવા માટે સમાધાન કરવું પડે તેવી સ્થિતિ સર્જા‍ઇ છે.

માર્ચ, એપ્રિલ અને મે મહિ‌નો એટલે ગુજરાતની ગૃહિ‌ણીઓ માટે વર્ષ દરમિયાન વપરાશમાં લેવાતા ઘઉં ખરીદવાની સિઝન. આ વર્ષની સિઝન શરૂ થઇ ચૂકી હોઇ હાથીખાના માર્કેટ, ગેંડીગેટ અને ચોખંડી સહિ‌તના વિસ્તારોમાં આવેલાં બજારોમાં ઘઉંની ખરીદી માટે ગ્રાહકોનો ધસારો શરૂ થયો છે. પરંતુ ચાલુ વર્ષે ગ્રાહકોને બેસ્ટ ક્વોલિટીના ઘઉં ખરીદવાનો સંતોષ મળતો ન હોવાનું જોવા મળ્યું છે.

ફેબ્રુઆરીમાં વાવાઝોડાં સાથે કમોસમી વરસાદ થવાથી મધ્ય પ્રદેશના પાકમાં ઘણી ખરાબી આવી છે. આ સંજોગોમાં ઘઉંની ખરીદી કરતી ગૃહિ‌ણીઓને આ વર્ષે બેસ્ટ ક્વોલિટીના ઘઉંનો જથ્થો ઊંચા ભાવે તેમજ ક્વોલિટીમાં સમાધાન કરીને ખરીદવાનો વારો આવ્યો છે.


ઘઉંની વિવિધ જાતના ભાવનું સરવૈયું

ઘઉં ૨૦૧૩ ૨૦૧૪
લોકવન(ર્શોટેક્ષ) ૨,૦૦૦-૨,૨૦૦ ૨,૨૦૦-૨,૪૦૦
સરબતી ટુકડી ૨,૬૦૦-૩,૦૦૦ ૨,૮૦૦-૩,પ૦૦
ભાલિયા ૩,૧૦૦-૩,૨૦૦ ૩,૨૦૦-૩૩૦૦
૧૪૭-ટુકડી(બેસ્ટ) ૨,૧પ૦-૨,૨૦૦ ૨,૧પ૦-૨,૩૦૦
૧૪૭-મિડિયમ ૧,૭પ૦-૧૯૦૦ ૧,૭પ૦-૧,૯૦૦
લોકવન મિડિયમ ૧,૮૦૦-૧,૯૦૦ ૧૮૦૦-૧,૯૦૦

તો ગ્રાહકોને ક્વોલિટી અને ભાવમાં ફાયદો થાત

આ વર્ષે સંતોષકારક ચોમાસાને કારણે ઘઉંનું પુષ્કળ ઉત્પાદન થવાની ધારણા હતી. કુદરતી આફત આવી ન હોત તો બંપર ક્રોપને કારણે ગ્રાહકોને બેસ્ટ ક્વોલિટીના ઘઉં મળી રહેવા ઉપરાંત ભાવની દૃષ્ટિએ પણ ફાયદો થાત. આ વર્ષે કાઠિયાવાડનો પાક ઘણો સારો થયો છે. પરંતુ કાઠિયાવાડનો સ્ટોક ઊંચા ભાવને કારણે મુંબઇ અને દક્ષિણ ભારતમાં જતાં શહેરમાં સારા માલની અછત છે. પાછળથી સારા માલની અછત વર્તાય તેવી પણ શક્યતા છે.
રમેશભાઇ શાહ, ઘઉંના જથ્થાબંધ વેપારી-પ્રમુખ હાથીખાના માર્કેટ વેપારી એસોસિયેશન