તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ દિવાળીએ ૨.૬૨ લાખ વાહનો વધતાં માર્ગો ચિક્કાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-દિવાળીની ખરીદીને પગલે બજારોમાં ચકકાજામની સ્થિતિ
-શહેરના માર્ગ પર અંદાજે ૨.૬૨ લાખ વાહનો વધ્યાં
-ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાહનોની ખરીદીમાં ચાર ટકાનો વધારો નોંધાયો

-કોર્પોરેશન અને ટ્રાફિક વચ્ચે યોગ્ય સંકલન ન હોવાના કારણે પણ અનેક જગ્યાએ ટ્રાફિકજામની સ્થિતિ સર્જા‍ઇ

વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા કોઇ નવી બાબત નથી, પરંતુ દિવાળીના તહેવાર દરમિયાન બહાર ગામથી તેમજ શહેરીજનો એક સાથે મોટી સંખ્યામાં ખરીદી માટે આવતાં હોવાના કારણે પિકઅવર્સના સમયગાળા દરમિયાન આ વર્ષે શહેરના માર્ગ પર હાલ અંદાજે ૨.૬૨ લાખ વાહનોની સંખ્યાં વધવા પામી છે જે ટકાવારીની દ્રષ્ટીએ ૨૩ ટકા જેટલો જંગી વધારો કહી શકાય. ટ્રાફિક શાખામાં અપુરતો સ્ટાફ તેમજ કોર્પોરેશન સાથે યોગ્ય કોર્ડિનેશનના અભાવે રસ્તા પરના વાહનોની સંખ્ય્થમાં જંગી વદારો નોંધાતાં હાલ શહેરના ચાર દરવાજા વિસ્તાર સહિ‌તના મોટાભાગના વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે.

ટ્રાફિક એક્સપર્ટ સત્યેન કુલાબકરે જણાવ્યું હતું કે, ગત વર્ષે મોટાભાગના કર્મચારીઓને બોનસ વહેલું કરવામાં આવતાં શહેરમાં દસ દિવસ સુધી ખરીદીનો માહોલ જોવા મળ્યાં હતા અને તેના કારણે દસ દિવસ સુધી હેવી ટ્રાફિક જોવા મળ્યો હતો. જ્યારે આ વર્ષે બોનસ લેટ થતાં પાંચ દિવસ સુધી ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવતી કાલે ખરીદીનો છેલ્લો દિવસ હશે.દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવતાં હોવાના કારણે આ વર્ષે સરેરાશ વાહનો કરતાં શહેરના રસ્તાઓ પર ૨૩ ટકા વાહનોની સંખ્યાં વધવા મળી હોવાનું જણાયું છે અને તેના કારણે તઈને કંન્ટ્રોલ કરવાનું કામ મુશ્કેલ બની જતું હોય છે.

તહેવારના સમયે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી તેનું આગોતરૂ આયોજન કરવામાં આવે તે ખુબ જ જરૂરી હોય છે.વડોદરા પોલીસને શહેરના માર્ગો પર અંદાજે ૧૧ થી ૧૨ લાખ વાહનોનું કંન્ટ્રોલીંગ કરવાનું થતું હોય છે, અને તેમાં તહેવારના સમયે ૨૩ ટકાનો વધારો થતો હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જા‍ય છે. આ વર્ષે જે રીતે મોટાભાગના માર્ગો પર અને તેમાં પણ ખાસ કરીને ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકજામ સર્જા‍યો છે તેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ નવા વાહનોની ખરીદીમાં પણ ચાર ટકા જેવો વધારો નોંધાયો હોવાના કારણે પણ સ્વભાવીક છે કે, નવા વાહનો પણ ખુબ જ વધ્યાં છે.

શહેરનો સૌથી ગીચ વિસ્તાર માંડવી
સમાન્ય દિવસોમાં તેમજ દિવાળીના તહેવારમાં માંડવી વિસ્તાર સૌથી ગીચ વિસ્તાર રહે છે. માંડવીથી પાણીગેટ રોડ અને માંડવીથી એમ.જી. રોડ પર સરેરાશ ૧,૩૩,૦૦ જેટલા વાહનો પસાર થાય છે અને તેના કારણે આ વિસ્તાર ટ્રાફિકની સમસ્યાનો સૌથી વધુ સામનો કરે છે.

ક્યા વિસ્તારમાં કેટલાં વાહનોની અવરજવર?
વિસ્તાર રોજની સરેરાશ દિવાળીની સરેરાશ
જી.ઇ.બી.થી કાલાઘોડા ૬પ,૦૦૦ ૯૦,૦૦૦
પાણીગેટથી માંડવી ૯પ,૦૦૦ ૧,૩૩,૦૦૦
મુક્તાનંદથી ઉમા ચાર રસ્તા ૭પ,૦૦૦ ૯૨,૦૦૦

મહાવીર ચાર રસ્તા હેવી ટ્રાફિકનો પોઇન્ટ બન્યો
સુત્રોના જણાવ્યાં મુજબ શહેરમાં ટ્રાફિકથી પરેશાન કરે તેવા અનેક પોઇન્ટ છે, પરંતુ અંદાજે એક વર્ષથી મહાવીર ચાર રસ્તા હેવી ટ્રાફિક માટેનો એક નોવો પોઇન્ટ અસ્તિત્વમાં આવ્યો છે. આ વિસ્તારમાં મોટી માત્રામાં બાંધકામ થઇ રહ્યાં હોવાના કારણે આ વિસ્તારમાં હેવી ટ્રાફિકની અવર જવર વધી છે અને તેના કારણે આ વિસ્તારમાં અકસ્માતો વધવાની પણ સંભાવના રહે છે.

ચાર દરવાજા વિસ્તારમાં પોલીસની ચાર ટીમ તૈનાત કરાઇ
શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન બજારો કે માર્ગો પર ટ્રાફિકની કોઇ સમસ્યા ન સર્જા‍ય તે માટે ખાસ ચાર દરવાજા વિસ્તારમાં ચાર વધુ ટીમો બનાવવામાં આવી છે.જેમાં પી.એસ.આઇ. તેમજ પી.આઇ. કક્ષાના અધિકારીઓને પણ સમાવવામાં આવ્યાં છે. આ સ્થળ પર પોઇન્ટ પણ ગોઠવાયેલા છે, ઉપરાંત ટીમો પણ બનાવવામાં આવી છે અને તેના કારણે ટ્રાફિકજામની સ્થિતિનો માહોલ સર્જા‍યો નથી.
સજ્જનસિંહ પરમાર, એ.સી.પી. ટ્રાફિક

ત્રણ વર્ષમાં ૧૨૨„ વાહનો વધ્યાં
૨૦૧૦-૧૧
૧૨,૯૯,૮૩૭
૨૦૧૧-૧૨
૧૪,૨૨,૦૭૭
૨૦૧૨-૧૩
૧પ,૮૭,૧૬૯