તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી વિતરણનું મોનિટરિંગ ડોમેસ્ટિક મીટરથી કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ચાર ટાંકીના સ્ત્રાવ વિસ્તાર માટે ૭ કરોડના ખર્ચે ડોમેસ્ટિક મીટર ખરીદવાની સ્થાયી સમિતિમાં ભલામણ
-પ્રથમ તબક્કામાં ૨૪ હજાર મીટરો પૂરાં પડાશે

શહેરમાં ૨૪ કલાક પાણી પૂરું પાડવા માટે ચાર નવી ટાંકીના સ્ત્રાવ વિસ્તારમાં ૭ કરોડના ખર્ચે ડોમેસ્ટિક મીટર લેવાના ટેન્ડરને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યાં છે.શહેરમાં ૨૪ બાય ૭ પાણી પૂરું પાડવા માટે નવા વિસ્તારોમાં નવું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે . જેમાં ખાસ કરીને છાણી ગામ, નોર્થ હરણી, કપૂરાઇ અને સયાજીપુરા વિસ્તારમાં પાણીની નવી ટાંકી બનાવવામાં આવી છે. ૨૪ કલાક પાણી પૂરું પાડી શકાય તે માટે પ્રાયોગિક ધોરણે મીટરો બેસાડવા માટે આજવા રોડ વિસ્તાર પછી નવા ચાર ટાંકીના વિસ્તારો માટે કવાયત કરવામાં આવી રહી છે અને તેના માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતાં.

જેમાં, છાણી ગામ માટે પાણી પુરવઠા વિભાગે તૈયાર કરેલા અંદાજ કરતાં ૧પ.૬પ„ ઓછા ભાવનું ૧.૩૦ કરોડનું ટેન્ડર લોએસ્ટ રહ્યું છે. જ્યારે, નોર્થ હરણી ટાંકીના ગ્રાહકો માટે સેવાસદનના અંદાજ કરતાં ૧૬.૨પ ટકા ઓછા ભાવનું ૧.૪૭ કરોડ, કપૂરાઇ ખાતે અંદાજ કરતાં ૧પ.૭૯„ ઓછા ભાવનું ૧.૩૬ કરોડનું અને સયાજીપુરામાં અંદાજથી ૨૧.૨પ ટકા ઓછા ભાવનું ૨.૮૭ કરોડનું ટેન્ડર લોએસ્ટ રહ્યું છે.

આ લોએસ્ટ ટેન્ડરને મંજૂરી આપવા માટે સ્થાયી સમિતિમાં ચાર જુદી જુદી દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. ચાર ટાંકીના વિસ્તારમાં ૨૪ હજાર ગ્રાહકોને એટલે કે સરેરાશ ૯૦ હજારથી ૧ લાખ નાગરિકોને વપરાશ મુજબ ૨૪ કલાક પાણી મળી શકશે. જોકે, સ્થાયી સમિતિની મંજૂરી પછી મીટરો ખરીદવાની પ્રક્રિયા પૂરી થતાં ત્રણ મહિ‌નાનો સમય લાગે તેમ છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો