વડોદરામાં કાલથી અડધા શહેરમાં પાણીકાપ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઠ ટાંકીના સ્ત્રાવ વિસ્તારને પાંચ મિનિટ પાણી ઓછું મળશે ફ્રેન્ચવેલની રેડિયલ પાઇપો બદલવાની કામગીરી હાથ ધરાશે ચોમાસુ કયારે આવશે તેની ઉત્સુકતાવશ રાહ જોવાઇ રહી છે ત્યારે સેવાસદને ફ્રેન્ચવેલની રેડિયલ પાઇપો બદલવાની કામગીરી હાથ ધરવાનો નિર્ણંય લેતા શુક્રવારથી એક અઠવડિયા સુધી અડધા શહેરને હળવા દબાણથી ઓછા પાણી પુરવઠાથી સંતોષ માનવો પડશે. સેવાસદન દ્વારા હાલમાં શહેરને હાલમાં કુલ નવ કરોડ ગેલન પાણી પુરવઠો રોજિંદો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જે પૈકી પપ૦ લાખ ગેલન મહી નદીમાંથી મેળવવામાં આવી રહ્યુ છે. મહી નદીના રાયકા, દોડકા, પોઇચા અને ફાજલપુર ખાતેથી પાણી પુરવઠો લગભગ દશ લાખની જનસંખ્યાને આવરી લેવામાં આવે છે. મહીસાગર નદીના રાયકા દોડકા ફ્રેન્ચવેલની રેડિયલ પાઇપો બદલવાની તેમજ ચોમાસા પૂર્વેના મેન્ટેનન્સની કામગીરી સેવાસદન દ્વારા તા.૮થી તબક્કવાર રીતે શરૂ કરવામાં આવનાર છે. આ કામગીરીના કારણે કુવામાં પાણીનુ લેવલ ઘટવાની શકયતા હોવાથી લાલબાગ, કારેલીબાગ, સમા, જેલ રોડ, હરણી, વારસિયા અને પાણીગેટ ટાંકીની સાથોસાથ એરપોર્ટ બુસ્ટરના સ્ત્રાવ વિસ્તારમાં પાણી ઓછા દબાણથી આપવામાં આવશે. શહેરના ઉત્તર તેમજ પૂર્વ-દક્ષિણના કેટલાક ભાગને તા.૮ થી ૧૪ સુધી હળવા દબાણથી પાણી આપવામાં આવશે અને તેના કારણે ફરી એક વખત અડધા શહેરને પાંચ મિનીટના પાણીકાપનો ભોગ આપવા તૈયાર રહેવુ પડશે. સપ્તાહ સુધી ૨પ લાખ ગેલન પાણીની ઘટ પડશે તા.૮ થી ૧૦ અને તા.૧૨ થી ૧૪ એમ બે તબક્કામાં રાયકા દોડકા ખાતે રેડિયલની કામગીરી થશે જ પૂરી થતાં જ રાબેતા મુજબ પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે. આ કામગીરી કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ડહોળુ પાણી ના મળે તે છે. જેના કારણે, એક અઠવાડિયા સુધી રોજ ૨પ લાખ ગેલન પાણીની ઘટ પડશે.જોકે, આ કામગીરીના કારણે, હાલના પાણીના સમયમાં માંડ બે મિનિટ પાણી ઓછુ મળશે ’’-અમૃત મકવાણા, કાર્યપાલક ઇજનેર આજવા સરોવરનું પણ લેવલ ઘટી રહ્યું છે કાળઝાળ ગરમીમાં આજવા સરોવરની સપાટીમાં પણ ક્રમશ: ઘટાડો થઇ રહ્યો છે અને તેના કારણે જો ચોમાસુ લંબાઇ ગયુ તો શહેરીજનોને પાણી માટે વલખા મારવાનો વારો આવશે. આજવા સરોવરની જળસપાટી ૨૦૬ ફુટે છે અને મહિ‌ના સુધી વરસાદ ના પડે તો તેની સપાટી ૨૦૨ ફુટે પહોંચે તેવી શકયતા છે. આ સંજોગોમાં, નર્મદાનુ પાણી લાવવા માટે તંત્ર તરફથી કોઇ સક્રિયતા બતાવવામાં ન આવતા આગામી દિવસોમાં શહેરીજનોને પાણી કાપ માટે તૈયાર રહેવુ પડશે. મહીમાં એક પંપ હજુ બંધ મહી કાંઠે આવેલા ચાર પૈકી એક ફ્રેન્ચવેલમાં એક પંપ બંધ છે અને એક પંપ કુવામાં ઉતરી ગયો છે. રાયકામાં ચાર,દોડકાના ચાર,ફાજલપુરના છ અને પોઇચા ખાતે પાંચ પંપો છે. જે પૈકી એક પંપ લાંબા સમયથી બંધ હાલતમાં છે અને બીજો પંપ કુવામાં નીચે ઉતરી ગયો છે. ફ્રેન્ચવેલમાં પંપો જાણે દોરી ઉપર પાણી ભરવાનુ સાધન લટકાવ્યું હોય તે રીતે લટકતા હોય છે.