હત્યા સહિ‌તના અનેક ગુનામાં સંડોવાયેલો સુખદેવ ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા ચોકડી પાસે પોલીસની વોચમાં સપડાયો આરોપીની હત્યા, હત્યાના પ્રયાસ તેમજ વાહનચોરીના અનેક ગુનામાં સંડોવણી નવી મુંબઇના વાસી ખાતેથી ચોરેલી મિનિ ટ્રક લઇને ફરતો હતો સુખદેવસિંગ ઉર્ફે સુખાના નામે વડોદરામાં ત્રણ ગુનાઓ નોંધાયેલા છે હત્યા, હત્યાના પ્રયાસ, પોલીસ પર હુમલો તેમજ વાહનચોરીના અનેક ગુનામાં અગાઉ ઝડપાઇ ચૂકેલા કુખ્યાત ગુનેગાર સુખદેવસિંગ ઉર્ફે સુખાને વાઘોડિયા ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે ચોરીની એક મિનિ ટ્રક સાથે ઝડપી પાડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં ટ્રકની ચોરી તેણે નવી મુંબઇના વાસી ખાતેથી કરી હોવાની કબૂલાત કરતાં આજે તેને મુંબઇ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, અગાઉ વાહનચોરી સહિ‌તના અનેક ગુનામાં સંડોવાયેલો સુખદેવસિંગ ઉર્ફે સુખો સાજુસિંગ સાહેબ (રહે.ભાઇલાલ પાર્ક, તરસાલી) ચોરીની ટ્રક સાથે વાઘોડિયા ચોકડી પાસે આવવાનો છે. આ બાતમીના આધારે ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ વોચ ગોઠવી તેને ટાટા ૪૦૭ ટ્રક સાથે ઝડપી પાડયો હતો. પૂછપરછમાં તેણે નવી મુંબઇ સ્થિત વાસી ખાતેથી ટ્રકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ બાબતની જાણ મુંબઇ પોલીસને કરવામાં આવતાં મુંબઇ પોલીસે તેનો કબજો મેળવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, સુખદેવસિંગ ઉર્ફે સુખા સાહેબ વિરુદ્ધમાં વડોદરામાં અગાઉ ટ્રક તેમજ ચોરીના ત્રણ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેને પાસા પણ થયેલી છે. આ ઉપરાંત તેના વિરુદ્ધમાં ભરૂચ ખાતે હત્યાનો ગુનો તેમજ જલગાવમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયેલ છે. આ સુખદેવસિંગ વિરુદ્ધ ભરૂચ, મુંબઇ સહિ‌તનાં વિવિધ શહેરમાં પોલીસ ઉપર હુમલો કરવાના ગુનાઓ પણ દાખલ થયેલા છે.આમ, કુખ્યાત ગુનેગાર સુખદેવસિંગ ઉર્ફે સુખો રીઢો ગુનેગાર પોલીસના હાથમાં આવતાં તેની પૂછપરછમાં વધુ કેટલાક ગુનાઓનો પણ ભેદ ઉકેલાશે તેમ માનવામાં આવી રહ્યું છે.