વડફેસ્ટના આમંત્રિત કલાકારો કહે છે ‘આમંત્રણ જ નથી મળ્યું’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વડફેસ્ટના આમંત્રિત કલાકારો કહે છે ‘આમંત્રણ જ નથી મળ્યું’
- રાજ્ય-દેશના 30 આર્ટિસ્ટોને આમંત્રિત કરાયા છે
- કેટલાક આર્ટિસ્ટ્સને પૂછતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ
વડોદરા : આગામી જાન્યુઆરી મહનિામાં શહેરમાં આયોજિત વડફેસ્ટ માટે આયોજકો રાજ્ય અને દેશના 30 ગુજરાતી આર્ટિસ્ટોને આમંત્રિત કરાયા છે તેવો દાવો શુક્રવારે કરવામાં આવ્યો હતો. આજે એ પૈકીના કેટલાક આર્ટિસ્ટ્સને પૂછતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કેટલાકે વડફેસ્ટના આયોજનની જાણ ન હોવાની સ્પષ્ટતા કરી હતી.વડફેસ્ટના આયોજન અંગે શુક્રવારે વડફેસ્ટના આયોજકો દ્વારા વડફેસ્ટ અંતર્ગત એક શોપિંગ ફેસ્ટિવલ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

આ ફેસ્ટિવલ દરમિયાન વડફેસ્ટના આયોજન અંતર્ગત ગુજરાતી અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવાના હેતુસર તેમને પણ વિવિધ કાર્યક્રમોમાં પરફોર્મન્સ આપવાની તક આપવામાં આવશે તેવું જણાવીને ગુજરાતી 30 કલાકારો અને ગ્રૂપ્સની યાદી આપવામાં આવી હતી. આજે આ કલાકારોને વડફેસ્ટના આયોજન અને તેના પરફોર્મન્સ વિશે પૂછતાં તેમણે આશ્ચર્ય સાથે જણાવ્યું કે, આ રીતે જાણ કર્યા વનિા યાદી બહાર પાડવી જોઇએ નહીં.

તેમ છતાં પરફોર્મન્સ આપવા વડોદરા આવશો કે નહીં તેવો સવાલ પૂછાતા પણ પહેલા આમંત્રણ તો મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
હવે આમંત્રણ મોકલ્યાં છે
બે દિવસ અગાઉ 30 નામો જાહેર કર્યા હતા. તેથી ગઇકાલથી જ તેમને ઇન્વીટેશન મોકલ્યા છે. જે યાદી અપાઇ છે તે અપડેટેડ ન હોવાથી પ્રશ્ન ઊભો થયો છે. કેટલાકના કન્ફર્મેશન પણ આવી ગયા છે.
- અમિત ભટનાગર, હોદ્દેદાર, વડફેસ્ટ.

આજે ટેલફિોનિક વાત થઇ છે
વડફેસ્ટમાં આમંત્રણ અંગે આજે ટેલફિોનિક વાત થઇ છે. જોકે આ વિશેની મિટિંગ આગામી દિવસોમાં થશે.
- અતુલ પુરોહિત, જાણીતા ગાયક.

મને આમંત્રણ અપાયું નથી
વડફેસ્ટનું કોઇ આયોજન આજ દનિ સુધી અપાયું નથી. પણ આમંત્રણ મળશે તો મને પરફોર્મન્સ કરીશ.
- અભેસિંહ રાઠોડ, જાણીતા ગાયક.

વડફેસ્ટના આયોજનની જાણ નથી
મને વડોદરામાં વડફેસ્ટ થાય છે તેવી કોઇ જાણ નથી. આ રીતે યાદી બહાર પાડતા અગાઉ અમને જાણ કરવી જોઇએ. આયોજનની માહિતી મળે પછી બીજો નરિ્ણય કરવામાં આવશે.
- સોલી કાપડિયા.