• Gujarati News
  • VSE VSSL Leaders Exposed The Lies And The Damage Cases

નવા એકાઉન્ટ્સ ન ખૂલતાં VSE-VSSLને પપ લાખનું થતું નુકસાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-વીએસઇમાં છેલ્લા ૯ મહિ‌નાથી ડીપી એકાન્ટ્સ ટ્રાન્સફર ન થતાં
-૭પ હજાર ડીપી એકાઉન્ટ્સ ટ્રાન્સફર નહીં થાય તો સીડીએસએલ ડીપી એકાઉન્ટ બંધ કરશે

વડોદરા સ્ટોક એક્સચેન્જ લીમીટેડમાં છેલ્લા ૯ મહિ‌નાથી ડીપી એકાઉન્ટ્સ ટ્રાન્સફર ન થતાં અને નવા ડીપી એકાઉન્ટ્સ ન ખુલતાં વીએસઇ અને તેની પેટા કંપની વીએસએસએલને પપ લાખનું ભારેખમ આર્થિ‌ક નુકશાન સહન કરવું પડી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.વડોદરા સ્ટોક એક્સચેન્જ લીમીટેડની એક્સચેન્જની માન્યતા રદ કરવા માટે સેબીએ અલ્ટીમેટમ આપી દીધુંછે. સેબીના અલ્ટીમેટમ બાદ સીડીએસએલે વીએસઇને ૩૧મી માર્ચ પહેલા વીએસઇએ પોતાના ૭પ હજાર જેટલા ડીમેટ એકાઉન્ટ્સને તેની પેટા કંપની વીએસએસએલમાં ટ્રાન્સફર કરી દેવા માટે પરિપત્ર પાઠવ્યો હતો.

સીડીએસએલે રજી એપ્રિલ પહેલા જો ડીપી એકાઉન્ટ્સ ટ્રાન્સફર નહીં થાય તો તેની કનેકટીવી બંધ કરી દેવાની પણ ચીમકી આપી હતી. સીડીએસએલે ૧૩મી જૂન, ૨૦૧૩ના રોજ આ પત્ર પાઠવ્યો હતો. તે દિવસથી આજદીન સુધી એટલે કે ૯ મહિ‌ના સુધીમાં ડીપી એકાઉન્ટ્સ વીએસઇએ તેની પેટા કંપનીમાં ટ્રાન્સફર કર્યા જ નથી. વળી વીએસઇ ઇન્ટર ઓફિસ કમ્યુનિકેશન (આઇઓસી) મોકલીને નવા ડીપી એકાઉન્ટ્સ ખોલવા પર પ્રતિબંધ મૂક્ી દીધો હતો. નવા ડીપી એકાઉન્ટ્સ ખોલવા પર પ્રતિબંધ હોવાથી છેલ્લા ૯ મહિ‌નાથી વીએસએસએલ દ્વારા એકપણ ડીપી એકાઉન્ટ્સ (ડીમેટ) ખોલી શકી નથી.

વીએસઇના રેકર્ડ મુજબ એક સમયે વીએસઇમાં રોજના ઓછામાં ઓછા ૨૦ નવા એકાઉન્ટ્સ ખુલતાં હતા. નવા એકાઉન્ટ્સ ન ખુલતાં મહિ‌ને ૬૦૦ એકાઉન્ટ્સની ખોટ પડી છે. જેને પગલે વીએસઇને ૨પ૦ની એએમસી ગુમાવી પડી રહી છે. એજ રીતે વીએસઇમાં એક્સચેન્જ બંધ થવાની ઉભી થયેલી શક્યતાને લઇને વીએસઇમાં છેલ્લા ૯ મહિ‌નાથી દરરોજના ઓછામાં ઓછા ૨પ એકાઉન્ટ્સ બંધ થતાં જ મહિ‌ને ૭પ૦ એકાઉન્ટ્સ બંધ થતાંજ વીએસઇને પણ લાખોની આવક ગુમાવી પડી રહી છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...