VSEના સ્વૈચ્છિક એકિઝટનો મુદો ગૂંચવાયો : ફરી મુદત મગાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
VSEના સ્વૈચ્છિક એકિઝટનો મુદો ગૂંચવાયો : ફરી મુદત મગાશે
વીએસઇના ચેરમેન હવે સેબીને પુન: પત્ર લખીને વધુ ૧પ દિવસનો સમય માગશે


વડોદરા: વડોદરા સ્ટોક એક્સચેન્જ લીમીટેડ (વીએસઇ)ને સ્વૈચ્છીક રીતે એકિઝટ કરવાની સેબીની ડેડલાઇન બાદ આજે મોડી સાંજે વીએસઇના બ્રોકરો-ઇન્વેસ્ટરો, વીએસઇ બોર્ડ મેમ્બર વચ્ચે સંયુક્ત રીતે યોજાયેલી બેઠકમાં વીએસઇમાં ઓફિસની માલિકી તથા ૪૯ „ શેર ૧૪ના ભાવે આપવાના બોર્ડે પાસ કરેલા રીજ્યોલેશનનો અમલ કરવાના મુદ્દે બ્રોકરો-ઇન્વેસ્ટરો વચ્ચે સમાધાન ન થતાં જ એકઝિટ કરવાની વાત નિષ્ફળ નીવડી હતી. સેબીએ પ્રાદેશિક શેરબજાર માટેની રૂપિયા ૧૦૦ કરોડની મૂડી તેમજ રૂપિયા ૧ હજાર કરોડના ટર્નઓવરની શર્ત પૂર્ણ ન કરવા બદલ વીએસઇને સ્વૈચ્છીક રીતે બંધ કરવા માટે સેબીએ નોટીસ આપી હતી.

નોટીસ બાદ છેલ્લા ચાર મહિ‌નાથી વીએસઇ બોર્ડ દ્વારા સ્વૈચ્છીક એકઝિટને લાગુ કરવા માટે વીએસઇના બ્રોકરો-ઇન્વેસ્ટરો વચ્ચે બેઠક યોજીને સમાધાન કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતો. જોકે છેલ્લી ત્રણ બેઠકો પડી ભાંગ્યા બાદ આજે પુન: વીએસઇ બોર્ડ, વીએસઇના બ્રોકરો-ઇન્વેસ્ટરોની સંયુકત બેઠક યોજાઇ હતી. જેમાં વીએસઇ બોર્ડના ચેરમેન સુશીલ સમધાની, એમ.ડી જી.સોમેશ્વરરાવ, પીઆઇ ડાયરેકટર, ઇન્વેસ્ટરો દક્ષય ઠક્કર, હિ‌માંશુ પરીખ, ડૉ. માકંર્ડ પરીખ તેમજ બ્રોકરો જગદીશ ઠક્કર, જયેશ ઠક્કર, એન.ટી.શાહ, નીતીન પરીખ, હરેશ ગુપ્તા, કમલ દલાલ તથા પૂર્વ ચેરમેન પરિમલ નથવાણી વતી પરેશ દવે હાજર રહ્યા હતા. બે કલાક સુધી ચાલેલી બેઠકમાં વીએસઇના બ્રોકરોએ ઓફિસની માલિકી તથા ૪૯„ શેર ૧૪ના ભાવે આપવાના બોર્ડે અગાઉ પાસ કરેલા રીજ્યોલેશનનો તાત્કાલિક અમલ કરવા તેમજ તે અંગેની લેખિત બાંયધરી આપવાની વાત દોહરાવી હતી.

બીજીબાજુ ઇન્વેસ્ટરોએ અમારા પર વિશ્વાસ રાખો અમે તે બ્રોકરોને આપવા તૈયાર છીએ તેમજ એક વર્ષ સુધી હાલની સ્થિતિ યથાવત રાખો જેવી વાતો દોહરાવતાં જ બ્રોકરોએ સખ્ત વાંધો ઉઠાવીને ૨૦૦૭માં પાસ કરેલા રીજ્યોલેશનનું આજની તારીખે અમલ કર્યો નથી તો કેવી રીતે તમારી ઉપર વિશ્વાસ રાખીએ તેવું રોકડું પરખાવતાં જ વાતચીતનો દોર પડી ભાંગ્યો હતો. જોકે લેખિત બાંયધરી મળે તો બ્રોકરો સ્વૈચ્છીક એકિઝટ માટે તૈયાર છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તો બીજીબાજુ ઇન્વેસ્ટરોએ તે સંદર્ભમાં વિચારવા માટે સમયની માંગણી કરતાં વીએસઇ બોર્ડે સેબી સમક્ષ વધુ ૧પ દિવસની માંગણી કરવાનો નિર્ણય કર્યો છે.

સેબીનો જવાબ આપ્યા બાદ કાર્યવાહી કરાશે
સ્વૈચ્છીક એકિઝટ અંગેની આજે યોજાયેલી બેઠકમાં બ્રોકરો-ઇન્વેસ્ટરો વચ્ચે ઓફિસની માલિકી સહિ‌તના પ્રશ્નો અંગે ગૂંચ નહી ઉકેલાતાં જ બેઠક નિષ્ફળ રહી હતી. હવે આવતીકાલે સેબીને પત્ર લખીને પુન: ૧પ દિવસનો સમય માંગવામાં આવશે. સેબીનો જવાબ આવ્યાં બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. - સુશીલ સમધાની, ચેરમેન, વીએસઇ