અમદાવાદ જવા દર અડધા કલાકે વોલ્વો બસ ઉપડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ.ટી. રોજ ૨૬ ટ્રિપનું સંચાલન કરશે

વડોદરાનાં રોજનાં ૧૨૦૦ મુસાફરો બસનો લાભ લઇ શકશે

૩જી વાઇફાઇ સુવિધા સાથેની બસસેવાનો પ્રારંભ કરાયો

એસ.ટી નિગમ દ્વારા વડોદરાથી અમદાવાદ વચ્ચે ૧૦ નવી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. રોજના ૧૨૦૦ મુસાફરો અમદાવાદ જવા માટે ૩જી વાઇફાઇ સુવિધા સાથેની બસ સેવાનો લાભ મેળવી શકશે. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી અમદાવાદ જવા માટે વોલ્વો બસની ૨૬ ટ્રિપનો લાભ મુસાફરોને મળી શકશે. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી આમ તો ચાર વર્ષ પહેલાં અમદાવાદ માટે વોલ્વો બસ સેવા શરૂ કરાઇ હતી જેમાં ૨જી વાઇફાઇ સુવિધા આપવામાં આવી હતી. જોકે ચાર વર્ષના ગાળા બાદ વોલ્વો બસ ૯ લાખ કિમીની આવરદાને પાર કરી ગઇ હતી જેથી વોલ્વો બસ બગડવાના કિસ્સા વધી ગયા હતા .

સરેરાશ રોજની એક વોલ્વો બસની ટ્રિપ નિગમને કેંસલ કરવી પડે તેવી સ્થિતિ સર્જાતી હતી. આખરે નિગમે ૧૦ નવી વોલ્વો બસની સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે વોલ્વો બસમાં વાઇ ફાઇ બંધ થવાના કારણે અને ટ્રિપ કેન્સલ કરવી પડે તેવી સ્થિતિ સર્જાવાના કારણે મુસાફરોને અગવડ પડતી હતી .અગાઉ જે પાંચ બસ હતી તેને યથાવત્ રાખીને ૧૦ નવી વોલ્વો બસની સુવિધા વડોદરાથી અમદાવાદ જવા માટે શરૂ કરવામાં આવી છે. આ વોલ્વો બસમાં ૩જી વાઇ ફાઇ સુવિધા પણ રાખવામાં આવી છે જેનો લાભ મુસાફરી દરમિયાન મુસાફરોને મળી શકશે. વોલ્વો બસની રોજ ૨૬ ટ્રિપનો લાભ મુસાફરોને મળી શકશે. એક વોલ્વો બસમાં ૪પ મુસાફરો બેસી શકશે, જેથી રોજનાં ૧૨૦૦ મુસાફરો વોલ્વોની સુવિધા મેળવી શકશે. વડોદરાથી અમદાવાદનું વોલ્વો બસનું ભાડું ૨૩૯ છે. રિઝર્વેશન ચાર્જમાં પણ ઘટાડો કરી ૨૦ ના બદલે પરિઝર્વેશન ચાર્જ લેવામાં આવે છે.
મુસાફરોને ફાયદો થશે, વાંચો આગળ...