• Gujarati News
  • Visitor Management System At Vadodara Police Commissioner Office

વડોદરામાં પોલીસ કમિશ્નર કચેરીએ વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: વડોદરામાં પોલીસ કમિશ્નર કચેરી સ્થિત વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ રૂમ)
વડોદરા: જાહેરજનતાની સમસ્યાઓનું નિરાકરણ સરળતાથી અને સુચારુ રીતે આવે તે હેતુસર શહેર પોલીસ દ્વારા આવકાર નામે એક નવા વિઝીટર મેનેજમેન્ટ સીસ્ટમને અમલી બનાવવામાં આવી છે.
ગુજરાત સરકારની ગૃહ વિભાગના આદેશ અનુસાર, સુરક્ષા સેતુ સોસાયટીની રચના કરવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવતા વિઝીટરોની સુવિધા, સરળતા અને સગવડતાને ધ્યાનમાં લઈને એક નવતર અભિગમ રૂપે આવકાર વિઝીટર મેનેજમેન્ટ સીસ્ટમ આજથી શહેર પોલીસ કમિશ્નર ઈ. રાધાકૃષ્ણનને અમલી બનાવી છે. આ ઈન્ફોર્મેશન ટેક્નોલોજિ સીસ્ટમમાં જાહેરજનતા તેઓની સમસ્યાઓની રજૂઆત કરવા માટે પોલીસ કમિશ્નર કચેરીની મુલાકાતે આવતા હોય છે. કઈ વ્યક્તિ, કયા સમયે, કેટલી વખત મુલાકાત માટે આવે છે તેમજ જાહેરજનતાની રજુઆતોનું નિરાકરણ સમયસર અને સુચારૂ થાય છે કે કેમ તેનું મોનીટરીંગ આ સીસ્ટમ દ્વારા કરાશે. સિક્યોરીટીની દૃષ્ટિએ આવકાર વિઝીટર મેનેજમેન્ટ સીસ્ટમ અસરકારક કામગીરી કરશે. પોલીસ કમિશ્નર ઈ. રાધાકૃષ્ણનના અધ્યક્ષસ્થાને ખુલ્લા મુકાયેલા વિઝીટર ડેસ્કને સંયુક્ત પોલીસ કમિશ્નર ડી. જે. પટેલ તથા નાયબ પોલીસ કમિશ્નર જી.વી. બારોટ અને વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડેવલોપ કરવામાં આવ્યું છે.
મુલાકાતની તારીખ અને સમય અગાઉથી જ મેળવી શકાશે, વાંચવા ફોટો બદલો.
તસવીર: મેહુલ મેકવાન, વડોદરા.