• Gujarati News
  • Vishwamitri River Flood Situation In Vadodara City And District

વડોદરામાં પૂરનું સંકટ ઘેરું બન્યું, બ્રિજ પર પાણી ફરી વળ્યા, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘુસ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: વુડા સર્કલ અને ફતેગંજને જોડતા રોડ અને બ્રિજ પર પાણી ફરી વળ્યા)

-પૂરની સ્થિતિને કારણે આવતીકાલે ગુરૂવારે વડોદરા શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઇ
-રાહત-બચાવ કામગીરી માટે એસઆરપી-એનડીઆરએફની મદદ લેવાઈ
-૨૦૦૦ પરિવારોનાં ૧.૬પ લાખ લોકોને પાણી વચ્ચે અંધારા ઉલેચવાનો વારો
-૧,૦૦૦થી વધુ સોસાયટી પાણીમાં ગરક થઇ
-સિધ્ધાર્થ બંગ્લોઝમાંમોડી રાતે રેસક્યુ ઓપરેશન : પ૪નો બચાવ
-નટરાજ ટાઉનશીપમાંથી ૩૯ વ્યક્તિઓને બચાવાઇ
-આજવા ડેમના 62 દરવાજા 213.75 ફૂટે બંધ કરાતા હાશકારો
-સયાજીબાગમાં 4 ફૂટ પાણી ઘુસ્યા, પશુ-પંખીઓને અન્ય જગ્યા ખસેડાયા
-સમા-સાવલી રોડ વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો
વડોદરા: વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં જ ૯.પ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છેલ્લા ૩૦ કલાકથી આજવા સરોવરના ૬૨ દરવાજા ખોલી નંખાતાં વિશ્વામિત્રી નદીએ મંગળવારે બપોરે ભયજનક સપાટી વટાવી દીધી હતી. વડોદરા શહેર-જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જા‍તાં પ,૩૦૦થી વધુ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું હતું. અને વિશ્વામિત્રી નદીનું લેવલ સસ્ત વધવાને કારણે આજે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘુસી રહ્યા છે. વડોદરાના મધ્યમાં ગણાતા સયાજીગંજ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. સાથે જ વુડા સર્કલ પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. વિશ્વામિત્રી નદીના બ્રિજ પર પણ પાણી ચડી ગયા છે. વડોદરા શહેરમાં 2005માં જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તેવી જ સ્થિતિ ફરી એકવખત નિર્માણ થયું છે. શહેરના પૂર્વ વિસ્તારની ૧,૦૦૦થી વધુ સોસાયટીઓમાં વરસાદના કારણે બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ જતાં ૩ લાખથી વધુ લોકોની હાલત કફોડી બની હતી.દરમિયાન પૂરની સ્થિતિને કારણે આવતીકાલે ગુરૂવારે વડોદરા શહેરની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે.

ઝૂમાં પાણી ઘૂસી જતાં પશુ-પંખીઓને અન્ય જગ્યાએ ખસેડાયા
વડોદરા શહેરના સયાજીબાગમાં 4 ફૂટ પાણી ઘુસ્યા છે. અને ઝૂમાં પણ પાણી ઘુસી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેને લઈને પશુ-પંખીઓને અન્ય જગ્યા ખસેડવામાં આવ્યા છે. તો સાથે જ કાલાઘોડા સર્કલ અને વુડા સર્કલ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વડોદરાનો સમા-સાવલી રોડ વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. અને આજવા ડેમના 62 દરવાજા 213.75 ફૂટે બંધ કરવામાં આવતા લોકોએ અને તંત્રએ હાશકારો લોધો છે. તો વળી વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં છે. અને વિશ્વામિત્રી નદીના તમામ પુલ પર પાણી ફરી વળ્યા છે. તમામ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યા છે
શહેરના પૂર્વ વિસ્તારની ૧,૦૦૦થી વધુ સોસાયટીઓમાં વરસાદના કારણે બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ જતાં ૩ લાખથી વધુ લોકોની હાલત કફોડી બની હતી. સોમવારે રાતથી જ સોસાયટીઓમાં પાણી ઘૂસવા માંડ્યા હતા, જેથી લોકોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. આ ઉપરાંત મોડી રાત્રે વિશ્વામિત્રીની સપાટી ૩3 ફીટને વટાવી છે. શહેરના વિવિધ વિસ્તારના લોકોના જીવ પડીકે બંધાઇ ગયા છે. અલબત્ત, મંગળવારે બપોરે વરસાદે વિરામ લેતાં આજવા સરોવરની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે રાહત બચાવ કામગીરીમાં રાહત થઇ હતી.
ગણેશ વિસર્જન પૂર્વ ચાલુ થયેલો વરસાદ બીજા દિવસે પણ ચાલુ રહ્યો
ગણેશ વિસર્જનની પૂર્વ રાત્રે જ શરૂ થયેલો ધોધમાર વરસાદ બીજા દિવસે પણ અવિરત ચાલુ રહ્યો હતો. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની સોસાયટીઓમાં તો ૩-૩ ફીટ જેટલાં પાણી ભરાયાં હતાં. બીજી બાજુ પૂરના પાણી ફરી વળતાં વડોદરા-હાલોલ ટોલ રોડ ઉપરાંત જિલ્લાના ૮ સ્ટેટ હાઇવે કટ ઓફ થઇ જતાં વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. તેમજ કડાણા ડેમમાંથી ૨ લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી ૭પ,૦૦૦ ક્યુસેક પાણી છોડાતાં મહિ‌ નદી બંને કાંઠે વહી રહી છે, જ્યારે નર્મદા ડેમ પણ ૨.૯૪ મીટરે ઓવરફ્લો થતાં ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટી ૨૨.૪પ ફીટે પહોંચી છે.
પ્રથમ વખત આજવા સરોવરની સપાટી ૨૧પ ફીટ પર પહોંચી, મારા ઘરમાં બે ફૂટ પાણી હતું, વાંચવા માટે ફોટો બદલો.
તસવીરો: પ્રણય શાહ, વિપુલ માને, રણજીત સુર્વે, વડોદરા