સાધલીના કોમી તોફાનમાં નિર્દોષ લોકોને પકડ્યા હોવાની રજૂઆત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિહપિની ભગિની સંસ્થા દુગૉવાહિનીના નેજા હેઠળ મહિલા કાર્યકરોનું ડીએસપી અને કલેક્ટરને આવેદન પોલીસને કામગીરીમાં મદદ કરનાર લોકોને જ જેલભેગા કર્યા હોવાનો આક્ષેપ સાધલીમાં ફાટી નીકળેલા કોમી તોફાનોમાં પોલીસે નિર્દોષ લોકોની ધરપકડ કરી હોવાના આક્ષેપ સાથે વિહપિની ભગીની સંસ્થા દુગૉવાહીનીના નેજા હેઠળ મહિલા કાર્યકરોએ જિલ્લા કલેક્ટર અને ડીએસપીને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.શિનોર તાલુકાના સાધલી ગામે યુવતીને બાઇક પર બેસાડીને લઇ જવાના મુદ્દે ફાટી નીકળેલા કોમી તોફાનમાં પોલીસે ૪૨ જેટલા લોકોની અટકાયત કરી હતી. જે પૈકી ૯ જેટલા લઘુમતીઓએ પોલીસે માર માર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ કરતાં તેમની મેડિકલ તપાસ કરાવાઇ હતી. બીજીબાજુ વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થા દુગૉવાહીનીની મહિલા કાર્યકરોએ આજે જિલ્લા કલેક્ટર અને ડીએસપીને આવેદન પત્ર આપ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે પોલીસે નિર્દોષ લોકોને પકડ્યા છે. ૨૦ હિન્દુઓ પૈકી ત્રણ તો ૧૮ વર્ષથી નીચેની ઉંમરના છે. તોફાનીઓને પકડવામાં જે લોકોએ મદદ કરી તેઓને જ જેલભેગા કરી દીધા છે. પોલીસે નિષ્પક્ષ તપાસ કરી તોફાનીઓને પકડવા જોઇએ . વધુમાં મહિલાઓએ તોફાનીઓની એક સીડી પણ રજૂ કરી હતી.