વેડિંગ શેરવાનીમાં વેલ્વેટવર્ક અને શોર્ટ લેન્થ ઇન ટ્રેન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમ્બ્રોઈડરીઝ આઉટ ઓફ ટ્રેન્ડ, બ્લેઝરમાં પણ નિયોન કલર્સ છવાયા

નવેમ્બરના સેકન્ડ વિકથી શરૂ થતી મેરેજ સિઝનમાં દુલ્હાઓ માટે શેરવાનીની નવી વેરાયટી શહેરના એક્સક્લુઝિવ શેરવાની સ્ર્ટોસથી માંડીને શોપ્સમાં આવી ચૂકી છે. આ સિઝનમાં વેડિંગ શેરવાનીમાં હવે અનારકલી અને એમ્બ્રોઈડરીઝ આઉટઓફ ટ્રેન્ડ થઈ રહી છે. મેરેજની પ્રત્યેક સિઝનમાં બદલાતા ફેશનના ટ્રેન્ડની જેમ નેકસ્ટ સિઝનમાં દુલ્હાઓ નવા ટ્રેન્ડની શેરવાનીમાં સજ્જ જોવા મળશે.

શેરવાનીમાં આવનાર વેડિંગ સિઝનમાં વેલવેટ પેચ વર્ક કરેલી શેરવાનીના પર્ચેઝિંગ અને ઓર્ડર્સ હાલમાં ઇન ટ્રેન્ડ છે. આ ઉપરાંત ફુલ વેલવેટની શેરવાની પણ ન્યુ ટ્રેન્ડ છે. અગાઉની મેરેજ સિઝનમાં હિ‌ટ થયેલી લોન્ગ શેરવાનીના સ્થાને શેરવાનીની લેન્થ પણ ર્શોટ થઈ છે. ર્શોટ લેન્થની શેરવાની સાથે ધોતી, પટિયાલા એ મેરેજના ફેરા સમય માટે બેસ્ટ કોમ્બીનેશ છે. શો રૂમ ઓનર્સના મતે હવે લગ્ન સિઝનમાં સંગીત સંધ્યામાં પઠાણી કુર્તાનો ક્રેઝ વધ્યો છે. જ્યારે રિસેપ્શનમાં અગાઉના ફુલ શુટની ફેશન સામે ઈન્ડો વેસ્ટર્ન ઈન ટ્રેન્ડ છે. જ્યારે ટ્રેડિશનલ વિયરમાં કુર્તા પાયજામામાં લાઈટ ગ્રીન કલરના કુર્તા પર નહેરૂ જેકેટ પહેરવાનો ટ્રેન્ડ પણ પોપ્યુલર થઈ રહ્યો છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...