૧ એપ્રિલ પછી વાહન ખરીદાનારને માથે વાહન કર ઝીંકાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ભૂતકાળમાં રોડ ટેક્સ પેટે સેવાસદન ઉચ્ચક રકમ ઉઘરાવી વાર્ષિ‌ક સરેરાશ ૩૦-૪૦ લાખ કમાતી હતી
-વાહનમાલિકોને ચાલુ મહિ‌નાના અંત સુધીમાં આજીવન વાહનકરનાં બિલો મળી જશે : પછી વસૂલાત થશે
-શહેરમાં ૧૬ લાખની જનસંખ્યાની સામે અઢી લાખ જેટલાં વાહનો ફરી રહ્યાં છે : હજુ વધારો ચાલુ છે

જો તમે છેલ્લા છ મહિ‌નામાં નવુ વાહન ખરીદયુ હોય તો તેના માટે સેવાસદનને વેરા ભરવા માટે તૈયાર રહેજો કારણ કે સેવાસદનની કંગાળ તિજોરી ભરવા માટે બજેટમાં કરાયેલી જોગવાઇ મુજબના આજીવન વેરા માટેના બિલો તૈયાર કરવામાં આવ્યા છે અને ચાલુ મહિ‌નાના અંત સુધીમાં અંદાજિત ૨પ હજાર ધારકોને પહેલી વખત આજીવન વાહન કર બિલ મળશે.ભૂતકાળમાં શહેરીજનોને વાહન ખરીદતી વખતે રોડ ટેક્સ પેટે ઉચ્ચક રકમ ચૂકવતા હતા અને તે રકમથી સેવાસદનને વાર્ષિ‌ક સરેરાશ ૩૦ થી ૪૦ લાખની આવક થતી હતી.

શહેરમાં ૧૬ લાખની જનસંખ્યાની સામે અઢી લાખ જેટલા વાહનો હોવાનુ મનાઇ રહ્યુ છે અને મધ્યમ-ઉચ્ચમધ્યમવર્ગીય પરિવારોમાં બે થી વધુ વાહનો હોય છે.નવા વાહનોની ખરીદીનો સિલસિલો સતત ચાલી રહ્યો છે ત્યારે સેવાસદને કંગાળ તિજોરી ભરવા માટે નવો નુસ્ખો શોધી નાંખ્યો હતો અને બજેટમાં ઉચ્ચક આજીવન વાહનકરની રકમના બદલે વાહનની બેઝિક પ્રાઇઝ(મૂળ કિંમત)ના ૧.૨પ„થી ૨.પ૦„ મુજબ વાહન કર વસૂલ કરવા ચાલુ નાણાકિય વર્ષના બજેટમાં જોગવાઇ કરી હતી.

વધારાનો બોજો સેવાસદને કંગાળ તિજોરી ભરવા માટે નવો નુસ્ખો શોધી નાંખ્યો હતો અને બજેટમાં ઉચ્ચક આજીવન વાહનકરની રકમના બદલે વાહનની બેઝિક પ્રાઇઝ(મૂળ કિંમત)ના ૧.૨પ„થી ૨.પ૦„ મુજબ વાહનકર વસૂલ કરવા ચાલુ નાણાકિય વર્ષના બજેટમાં જોગવાઇ કરી એપ્રિલ મહિ‌નાથી વાહન ખરીદનારા લોકોના માથે નવો વાહનકર લાદ્યો છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...