સપ્તાહમાં શાકભાજીના ભાવમાં ૭૦„થી વધુનો ઉછાળો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાકભાજીની આવકમાં ઘટાડો અને લગ્નની સિઝનમાં માગમાં વધારો થતાં સ્થિતિ સર્જા‍ઇ

પાદરાની શાકમાર્કેટમાં શાકભાજીના ભાવો એકાએક આસમાને પહોંચી ગયા છે. ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે શાકમાર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાવા ઉપરાંત લગ્નગાળો હોવાના કારણે માંગમાં ઉછાળો આવતાં શાકભાજીના ભાવમાં છેલ્લા સપ્તાહમાં જ ૭૦„ થી વધુનો વધારો નોંધાતાં ગૃહીણીઓના અને લગ્નનું આયોજન કરીને બેઠેલા લોકોના બજેટ ખોરવાઇ ગયો હતો.

પાદરાની પ્રસીધ્ધ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં શુક્રવાર આગજરતી તેજીનો હતો. જેમાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા, નાના વેપારીઓ પણ શાકભાજી ઓછી ખરીદીને ધંધો કર્યો હતો. તેના કારણે આવકનું પ્રમાણ પણ ઘટી જવા પામ્યુ હતું. આ અંગે મળતી માહીતી પ્રમાણે, હાલમાં આકરી ગરીમના કારણે શાકભાજીના છોડ ઉપર ફુલો કરમાઈ જઈ ખરી પડે છે. તેના કારણે ઉત્પાદન ઘટી ગયાનું વેપારીઓ જણાવી રહ્યા હતા. જોકે એક બાજુ શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. અને બીજી બાજુ લગ્નસરાના કારણે માંગમાં ઉછાળો નોંધાયો છે. ત્યારે લગ્નોનું આયોજન કરનારાઓના બજેટ ખોરવાઇ જવા પામ્યા છે.

પાદારાના રીટેલ માર્કેટના ભાવ

શાકભાજી

ભાવ (Kg)

રીંગણ

પ૦

કારેલા

૪૦

પરવર

પ૦

ભીંડા

૪૦

કાકડી

૪૦

ગવાર

૪૦

ચોળી

૪૦

ગલકા

૩૦-૪૦

દુધી –પાલક

૨૦

લીલી તુવેર

૧૦૦

ટીંડોડા

૪૦

લીલા ધાણા

૭૦-૧૦૦

લીલા મરચા

૮૦

ડુંગળી

૨૦

આદુ

૧૬૦

ફુલેવાર

પ૦

ટામેટા

૪૦

બટાકા

૧૮


ગરમીના કારણે આવક ઘટી

અસહ્ય ગરમીના કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટી જતાં માલની આવક ઘટી ગઇ છે. જયારે લગ્નસરાની સીઝનના કારણે શાકભાજીની માગમાં ઉછાળો આવ્યો છે. તેથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે.

સચિન ગાંધી, ઉપપ્રમુખ એપીએમસી અને હોલસેલ વેપારી

ભાવ વધતાં ગૃહિ‌ણીઓ નારાજ

૧૦ થી ૧પની કિલો વેચાતી શાકભાજી ૪૦થી વધુના ભાવે વેચાતી હતી. તેના કારણે લોકોને મીઠી લાગતી શાકભાજી કડવી લાગવા માંડી હતી. એકા એક ભાવો વધી જતા શાકભાજી ખરીદનારા ગ્રાહકોનું પ્રમાણ પણ ઘટી જવા પામ્યુ હતું. જ્યારે ગૃહિ‌ણીઓ નારાજ થઇ હતી.