તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં કચરા માટે બે ટ્રાન્સફર સ્ટેશન બનશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સોલિડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશનમાં ઇકોનોમી અને ઇફિશિયન્સી લાવવાનો ઉદ્દેશ
- અટલાદરા કમ્પોસ્ટ પ્લાન્ટ અને ગાજરવાડી સ્લોટર હાઉસ ઉપર ટ્રાન્સફર સ્ટેશન બનાવાની વિચારણા


સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત શહેરમાં સોલિડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશનમાં ઇકોનોમી અને ઇફિશિયન્સી લાવવાના ઉદ્દેશથી રૂા.૪.પ૧ કરોડના ખર્ચે બે ટ્રાન્સફર સ્ટેશન બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

નૂર્મ યોજના હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના મંજૂર થયેલા ડીપીઆરમાં સેવાસદનના વિસ્તારોમાં ઘનકચરાના સેન્ટ્રલાઇઝડ સેકન્ડરી કલેકશન માટે ત્રણ ટ્રાન્સફર સ્ટેશન બનાવવા માટે કુલ રૂા.૨૪૭.૭૪ લાખ મંજૂર થયા હતા. શહેરમાં ટ્રાન્સફર સ્ટેશન બનાવવાથી ઝોન વિસ્તારમાંથી કચરો ઉપાડી તેનો નિકાલ કરવાની પ્રક્રિયા ઝડપી બનશે અને વાહનો દ્વારા વધુ વિસ્તારો આવરી લેવાશે અને ઝોનથી પ્રોસિેસંગ પ્લાન્ટ સુધીના ટ્રાન્સપોર્ટેશનના સમયમાં ઘટાડો થશે.

એક ટ્રાન્સફર સ્ટેશન બનાવવા માટે ૮૦પ૦ ચોરસમીટરની જગાની જરૂરિયાત હોવાથી ૨૦૦૭માં જમીન મિલકત શાખાએ ત્રણ જગાઓ સંપાદન કરવા માટે કાર્યવાહી કરવાની જાણ કરી હતી. જેમાં દંતેશ્વરની રે.સનં.૯૦૦૪ ચોમી જમીન કલેકટરના તા.૧૭ એપ્રિલ,૨૦૧૨ના હુકમથી સેવાસદનને મળી છે. પરંતુ, આ જગા ઉપર પાકાં દબાણો હોવાથી તેની માપણીસહનો સરવે ચાલી રહ્યો હોવાથી દબાણમુક્ત જમીન તંત્રને મળવામાં વિલંબ થનાર હોવાથી તેના વિકલ્પમાં અન્ય બે જગાની વિચારણા કરી છે.જે મુજબ, અટલાદરા સ્થિત કમ્પોસ્ટ પ્લાન્ટની કુલ ૩પ હજાર ચો.મી જમીન પૈકીની ૮૦પ૦ ચોમી જમીન અને ગાજરાવાડી સ્થિત સ્લોટર હાઉસની રે.સનં.૧૦૮ ખાતેની ૧૩૬૦૦ ચો.મી જમીન પૈકીની ૮૦પ૦ ચો.મી જમીન ઉપર હાલમાં વિચારણા હાથ ધરાઇ છે. રૂા.૪.પ૧ કરોડના ખર્ચામાં સેવાસદનના બજેટમાંથી રૂા.૨.૮૬ કરોડનો ખર્ચો કરવાનો રહેશે.

ટ્રાન્સફર સ્ટેશનમાં શું હશે?

ટ્રાન્સફર સ્ટેશન અંતર્ગત એલિવેટેડ પ્લેટફોર્મ બનાવી હોપર દ્વારા ઘનકચરાને મોટા ડમ્પરમાં ઠાલવવામાં આવશે કે જેથી વેસ્ટનું ડબલ હેન્ડલિંગ ઘટશે. તદુપરાંત,ટ્રાન્સફર સ્ટેશનના એન્ટ્રન્સમાં વે બ્રિજ બનાવી ઇનકમિંગ વેસ્ટનું વજન કરી મેળવેલા ડેટા સોલિડ વેસ્ટની કલેકશન મોનિટિરિંગ કામગીરીમાં મદદરૂપ થશે. આ ટ્રાન્સફર સ્ટેશનની કામગીરીમાં રિસીવિંગ ફેસિલિટી, આંતરિક રસ્તો, અનલોડિંગ પ્લેટફોર્મ, રેમ્પ, સ્ર્ટોમ વોટર ડ્રેનેજ, ગેટ ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલની સાથોસાથ સિકયુરિટી કેબિન, વે બ્રિજ કેબિન, એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, ટોઇલેટ-યુરિનલ બ્લોકનો સમાવેશ કરવામાં આવેલો છે.