વડનગરીને વોલ ટુ વોલ વિકાસમાં વૃક્ષો જ નડે છે?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોલ ટુ વોલ રસ્તો કોના ભોગે બનાવાય છે ? વોલ ટુ વોલ રસ્તો બનાવવાથી નાગરિકોને ફાયદો કે પર્યાવરણને નુકસાન ? ચોમાસું માથે છે તો કામો કયારે પૂરાં થશે? રસ્તાની કામગીરીના ઓથા હેઠળ ૭૯ વૃક્ષો કાપી નખાયાં વડનગરીના વિકાસની આડે વૃક્ષો આવી રહ્યાં છે?રસ્તા વોલ ટુ વોલ કરવાં શહેરને બાંડું બનાવી દેવાની જાણે સોપારી લીધી હોય તેમ તબક્કાવાર રીતે ૭૯ વૃક્ષોનું નિકંદન કાઢી નંખાયું છે. પર્યાવરણની જાળવણી કરતાં વૃક્ષોનો છેદ ઉડાવવાની સેવાસદનની વિકાસની નવી વ્યાખ્યાએ નવો વિવાદ ઊભો કર્યો છે. શહેર ડસ્ટ ફ્રી રહે તે માટે સાડા ત્રણ વર્ષ અગાઉ વોલ ટુ વોલ રોડનો નવો વિચાર સેવાસદનના તત્કાલિન સત્તાધીશોને સ્ફુર્યો હતો. શહેરમાં ૧૮ મીટર કે તેથી વધુ પહોળાઇના રસ્તા વધું પહોળા કરી તેના ઉપર કાર્પેટિંગ કરવાની અને સેન્ટ્રલ ડિવાઇડર બનાવવાની કામગીરી રોડ પ્રોજેકટ શાખાને જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં, કેટલાંક રસ્તાઓ વોલ ટુ વોલના ધોરણે (સિવ્ર્‍ાંસ ટ્રેક અને ફૂટપાથ સહિ‌ત) વિકસાવાય છે. વડનગરી તરીકે વધુ વિખ્યાત વડોદરાનાં કેટલાક વિસ્તાર એવાં છે કે જયાં લીલોતરી એક ભૂતકાળ બની ગઈ છે. શહેરમાં વોલ ટુ વોલના નવા કન્સ્પેટનો અમલ બે વર્ષથી ચાલી રહ્યો છે અને તેના કારણે રસ્તાના ખૂણામાં છાંયડો આપતાં વૃક્ષો કપાઈ રહ્યાં છે. સેવાસદનના સત્તાધીશો વૃક્ષો કાપી નાંખવાના વિકલ્પમાં અન્ય વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ આ વાવેતર જાહેર માર્ગ ઉપર કશે નજરે પડતું નથી. રસ્તાની કામગીરી માટે સેવાસદને વિવિધ વિસ્તારોમાંથી કુલ ૭૯ વૃક્ષો કાપી નાંખ્યા છે અને રોડની કામગીરી હજુ કયાં સુધી ચાલશે તેની ચોક્કસ સમયમર્યાદા ન હોવાથી હજુ પણ વૃક્ષોના છેદનનો સિલસિલો જારી રહેશે જ અને તેમાં કોઇ શંકાને સ્થાન નથી. જેમ રસ્તા જરૂરી છે તેમ વૃક્ષો હોવા પણ આવશ્યક શહેરમાં વિકાસ માટે રસ્તા પહોળાં થઇ રહ્યા છે તે સારી બાબત છે. પરંતુ, રસ્તો પહોળો કરવા વૃક્ષો કાપવા પડે તે વાજબી નથી. તેના વિકલ્પમાં નવા વૃક્ષોનું વાવેતર તરત જ કરી દેવું જોઇએ પરંતુ તેવું કશું નરી આંખે તો દેખાતું નથી. વૃક્ષો નહીં હોય તો પ્રદૂષણની ગંભીર સમસ્યા ઊભી થશે અને નાના પક્ષીઓ પણ ધીમે ધીમે નાબૂદ થઇ જશે. રશ્મિ શર્મા, રેસર્કોસ રસ્તા પહોળાં કરવા જરૂરી છે કારણ કે વસતી વધવાની સાથોસાથ ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ છે. અલકાપુરી, રેસર્કોસ સર્કલ, ગોત્રી રોડ, જૂના પાદરા રોડ સહિ‌તના વિસ્તારોમા્ં સમી સાંજે વાહનોની લાંબી કતારો પડે તે હદે ટ્રાફિક જામ થતો હોય છે. પરંતુ, જેમ રસ્તા જરૂરી છે તેમ વૃક્ષો હોવા પણ એટલાં જ જરૂરી છે. કલ્પનાબહેન પટેલ, પશાભાઇ પાર્ક રસ્તા પહોળાં કરવા સાથે તેના કારણે શહેરીજનોને સમસ્યાનો સામનો કરવો ના પડે તે જોવાની જવાબદારી પણ તંત્રની છે. અલકાપુરીમાં લાંબા સમયથી કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી કયારે પૂરી થશે તેનો ચોક્કસ સમય રજૂ કરાયો નથી અને આ સ્થિતિમાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે તે કેટલા અંશે વાજબી ? ગિરીશભાઇ, દુકાનદાર-અલકાપુરી સત્તાધીશો શું કહે છે? રસ્તાની કામગીરીના કારણે ૭૯ વૃક્ષો કપાયાં છે પણ જૂનના પ્રથમ સપ્તાહમાં ૧૬૦ જેટલા વડનું વાવેતર કરાશે. ટીપી -૧૩ વિસ્તારમાં જ ૧૨ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે અને તેમાં અડધોઅડધ લીમડા છે. રોડની કામગીરી પૂરી થયા પછી વડ, લીમડા, કેસરિયા, પીપળો, કદમ, બોરસલ્લીના વૃક્ષોનું વાવેતર કરાશે. વૃક્ષોનું આયુષ્ય સરેરાશ પ૦ વર્ષની આસપાસ હોય છે એ જે કાપ્યા હતા તે પૈકી ૭૦ ટકા વૃક્ષોનું આયુષ્ય પૂરુ થઇ ગયું હતું. વી આર ચીખલિયા, ડાયરેકટર, પાકસ એન્ડ ગાર્ડન સાડા ત્રણ વર્ષ અગાઉ વોલ ટુ વોલ રસ્તાનો કન્સ્પેટ મૂકાયો હતો પણ ટેન્ડરિંગ, અવરોધરૂપ દબાણો, જંગલ કટિંગ જેવી કામગીરી પૂરી કરવામાં સમય લાગ્યો હતો. નડતરરૂપ વીજ થાંભલા દૂર કરવા માટે ૨૦૦૮-૦૯માં એમજીવીસીએલને લેખિતમાં રજૂઆત કરાઈ હતી અને તેનો અમલ હજુ હમણાં થયો છે. જમીન સંપાદનની કામગીરીમાં પણ ત્રણ-ચાર મહિ‌નાથી જ ઝડપ આવી છે. આવા બધા અવરોધોની વચ્ચે વોલ ટુ વોલની કામગીરી કરાઈ રહી છે.ધીરેન તળપદા, કાર્યપાલક ઇજનેર, રોડ પ્રોજેકટસ પર્યાવરણવિદ્ શું કહે છે? રસ્તાના કામના કારણે ગ્રીનરીનું નિકંદન કઢાઈ રહ્યું છે. વોલ ટુ વોલ રસ્તો કરીને સેવાસદન તેમની મોં-માથા વગરની સમજ પ્રજાને બતાવી રહ્યું છે. વોલ ટુ વોલના રસ્તામાં કેટલાયે સ્થળોએ ફુટપાથનો અભાવ છે ત્યારે રસ્તા ઉપર ચાલનારા માણસનો જ તંત્રે એકડો કાઢી નાંખ્યો છે. સેવાસદન વૃક્ષોનુ નિકંદન કરી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યાં નથી પણ આગામી દિવસોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાને સામેથી નોતરી રહ્યા છે. રોહિ‌ત પ્રજાપતિ, પર્યાવરણવિદ્ કયાં કામો શરૂ કરાશે? હરણી એરપોર્ટથી ગોલ્ડન ચોકડી બાયપાસ તરફ
છાણી ગામથી મકરપુરાગામ
સુભાષચંદ્ર બોઝના
પૂતળાથી સોરઠી હોટલ સુધી
રાજશ્રી ટોકિઝ રોડ
નવાયાર્ડ અમરનગર સુધી
રેસર્કોસ સર્કલથી ગોત્રી ગામ