તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં નાટ્ય ઉત્સવ 2013નો પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરીજનોમાં કલા અને સમાજિક જવાબદારીની ભાવના વિકસે એ હેતુથી કાર્યરત કલા સંસ્થા સાંસ્કૃતિક સમન્વય મંચ દ્વારા આયોજિત નાટય ઉત્સવ ૨૦૧૩નો પ્રારંભ શનિવારે રાત્રે થયો હતો. નાટય ઉત્સવ ૨૦૧૩ અંતર્ગત આજે બે બંગાળી નાટકો 'નાના રોંગેર દિનગુલી’ અને 'અગ્નાંતોબાસ’નું મંચન કરવામાં આવ્યું હતું. સિલ્ચર કલ્ચરલ યુનિટ દ્વારા પ્રસ્તુત 'નાના રોંગેર દિનગુલી’ નાટક જાણીતા રશિયન સાહિ‌ત્યકાર એન્તોંવ ચોખેવ દ્વારા લિખિત નાટક 'ધ સ્વાન સોંગ’ છે. જેને બંગાળી ભાષામાં અનુવાદિત કરવામાં આવ્યું છે.

આ નાટકમાં જીવનમાં અનુભવવા પડતાં વિવિધ ભાવોનું રસપ્રદ અને ભાવવાહી વર્ણનનું જીવંત મંચન કરવામાં આવ્યું હતું. જ્યારે કોલકાતાના નંદિકર ગ્રૂપ દ્વારા 'અગ્નાંતોબાસ’ના મંચનમાં પતિ અને પત્નીના જીવનમાં આવતાં વિવિધ વળાંકોની નાટય ભજવણીએ દર્શકોના મન જીતી લીધા હતાં. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે નંદીતા અમીન હાજર રહ્યાં હતા.

નાટય ઉત્સવના માઘ્યમથી થતી આવકને સોસાયટી ઓફ ફિઝીકલ હેન્ડીકેપ્ડ માટે ફાળવવામાં આવશે. આજે ૭ જુલાઈના રોજ સંસ્થાના ૧૪ હેન્ડીકેપ્ડ વ્યકિતઓને ટ્રાયસિકલ ડોનેટ કરાશે તેવું સાંસ્કૃતિક સમન્વય મંચના પ્રેસિડન્ટ સુશાંતો મુખર્જીએ સિટી ભાસ્કરને જણાવ્યું હતું.

જુઓ તસવીરો