• Gujarati News
  • Vadodara Praud Award Ceremony Was Held At Sir MS Cityhome Vadodara Latest News

વડોદરા:2 NGO સહિત 5ને ‘વડોદરા રત્ન’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:બુધવારે સર સયાજીરાવ નગરગૃહ ખાતે વડોદરા ગૌરવ પુસ્કાર એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. આ પુરસ્કારનું આયોજન જીએનએન અને મા જોગણી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વડોદરામાં સમાજસેવા સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ અને મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યાં હતા. જેમાં હરિ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કોઠીપોળ જૈન દેરાસરના પ્રકાશ શાહ અને બીઆરજી ટ્રસ્ટના એમડી બકુલેશ ગુપ્તા તથા ગુજરાત બોડી બિલ્ડિંગ એસોસિયેશનના પ્રેસિડેન્ટ હરિશ જાધવને ‘વડોદરા ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો.
Paragraph Filter
-બે NGO સહિત પાંચને ‘વડોદરા રત્ન’
-એવોર્ડમાં યંગસ્ટર્સની કામગીરીને બિરદાવાઈ
-સંસ્થાઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાયો
- એવોર્ડ મેળવનાર હરિઓમ ટ્રસ્ટ 11 સિનિયર સિટિઝન્સથી ચાલતું ટ્રસ્ટ છે, જે બે મોટી હોસ્પિટલમાં સેવા આપે છે.

આ ઉપરાંત પ્રોત્સાહન પુરસ્કાર તરીકે વડોદરાની ગરીબ અને મધ્યમવર્ગની હજારો વિદ્યાર્થિનીઓની ફી ભરીને સહાય કરવામાં મદદ કરનાર નિશિતા રાજપૂત અને એશિયાડમાં ભાગ લેનાર આર્ચરી પ્લેયર નીલા ડામોરને સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી, સ્વામી માર્ગય સ્મીતજી છત્રસિંહ મોરી અને રાજ્યસભાના સભ્ય ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યાં હતા. આ સમારોહ વિશે આયોજક નિતેશ સોલંકીએ જણાવ્યું હતું કે,‘ સમાજમાં ઘણી સંસ્થાઓ અને લોકો સમાજની નોંધપાત્ર રીતે સેવા કરતાં હોય છે. એવા લોકોને સન્માનવા અને પ્રોત્સાહિત કરવા જરૂરી હોય છે.જેથી અન્ય લોકોને પણ સમાજ માટે કંઇક કરવાની પ્રેરણા મળે.
આગળ વાંચો,ગરીબ દર્દીઓ માટે રૂ.1.25 કરોડ ભેગા કર્યા,જાતે જ ખાતરી કરીને મદદ કરાય,મદદ માટે કોન્ટેક્ટ ક્યાં કરવો?,12 સેવાધારી સમાજસેવકો...