વડોદરા: ભૂખ્યાં માટે અન્નપૂર્ણા બન્યાં નર્મદા પટેલ, 22 વર્ષથી ભૂખ્યાં લોકોને જમાડે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: દુનિયમાં બધું સહન થાય, પણ ભૂખ નહિ. ફૂટપાથ એવા અનેક લોકો રહેતા હોય છે જેઓ રોજ ભૂખ્યા સૂઈ જતા હોય છે. આવા અસહાય લોકો માટે શહેરના નર્મદા પટેલ છેલ્લાં 22 વર્ષથી સાક્ષાત અન્નપૂર્ણા સાબિત થયા છે. નર્મદાબેન અને તેમના પતિ સ્વ.અંબાલાલ પટેલે 22 વર્ષ પહેલા ભૂખ્યાંને જમાડવાનો નેમ લીધો હતો. ત્યારથી ક્રમ અવિરતપણે ચાલે છે. ત્યારે 1 કિલો ખીચડી બનાવીને દંપતી સ્કૂટર પર નીકળીને ગરીબોને જમાડતું. આજે અન્નદાન રોજના 250 લોકો સુધી પહોંચ્યું છે. આર.વી.દેસાઈ રોડ પરની વિજય સોસાયટીમાં રહેતા નર્મદાબેન પટેલનો સમગ્ર પરિવાર આજે કાર્યમાં જોતરાયેલો છે. તેમનો પુત્ર ઈન્દ્રવદન પટેલ અને વહુ ભાવના પટેલ તથા પૌત્ર અને તેની વહુ પણ કાર્યમાં પૂરતો સપોર્ટ કરે છે. રામજીના ભક્ત પરિવારે સેવા માટે નામ આપ્યું છે 'રામભરોસે અન્નક્ષેત્ર.
નર્મદાબેન રોજ સવારે પાંચ વાગ્યે ઉઠીને 250 લોકો માટે એકલાહાથે રસોઈ બનાવે છે. 8 વાગે રસોઈ બને એટલે ટેમ્પોમાં જમવાનું ભરીને કાશી વિશ્વનાથ મંદિર, બદામડીબાગ પાસેની દરગાહ, કીર્તિ મંદિર, સૂરસાગર પાસેનું શિવમંદિર અને વિઠ્ઠલ મંદિર પાસે બેસતા ગરીબોને જમાડવા નીકળી પડે. એમની પાસે ગયેલી વ્યક્તિ આજદિન સુધી ક્યારેય ભૂખી પાછી ફરી નથી. નર્મદાબેનના પુત્ર ઈન્દ્રવદન પટેલ કહે છે કે, 'મારા મમ્મી રોજ ફૂડની સાથે લોકોનો જરૂરિયાતી વસ્તુઓ પણ આપે છે. દર રવિવારે અેસએસજી હોસ્પિટલના ડિલીવરી વોર્ડમાં મહિલાઓને જમવાનું તથા જરૂરી વસ્તુઓ, અને બાળકો માટે કપડા આપે છે.'
22 વર્ષોથી નર્મદાબેનનુ કામ ક્યારેય અટકતું નથી. તેઓ બહાર જાય તો તેમનો પરિવાર કામ સુપેરે સંભાળી લે છે. પોતાના રસ્તામાં આવતા ગરીબોને જરૂિરયાતમંદ વસ્તુઓથી માંડીને દવાઓ આપવાનું કામ, તેમજ ગરીબ દર્દીને તેના ઘર સુધી મૂકી આવવાનું કામ પણ તેઓ િન:સ્વાર્થભાવે કરીને સેવાની અનોખી મિશાલ સાબિત કરે છે.
-કામ ક્યારેય અટકતું નથી, રામના ભરોસે ચાલે છે

આકામ તો લોકોના સહયોગથી થાય છે. કેટલા લોકો જોડાય છે તેની નોંધ અમે રાખતા નથી. પણ, મારો પરિવાર પૂરતો સપોર્ટિવ છે. અમારું કામ ક્યારેય અટકતું નથી. બસ, રામના ભરોસે ચાલ્યા કરે છે.
-નર્મદા પટેલ