• Gujarati News
  • Vadodara Mig Scheme Flat Allocated On The Basis First Come First Get Latest News

નવી સ્કીમ:માંજલપુરમાં MIGના ફલેટ 'વહેલાં તે પહેલાં'ના ધોરણે ફાળવી દેવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: માંજલપુરમાં હાઉિસંગ બોર્ડની સ્કીમનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. )
-નબળો પ્રતિસાદ મળતાં ફરી મુદત વધારાઇ
-ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્કીમનાં 1,092 મકાનો માટે 700 અરજી આવી
વડોદરા:હાઉસીંગ બોર્ડની માંજલપુર ખાતે એલઆઇજી અને એમઆઇજીના મકાનોની સ્કીમને નબળો પ્રતિસાદ સાંપડતા ફરી એક વખત મુદત વધારવાની ફરજ પડી છે. જેમાં મકાન મેળવવા માટે આકર્ષણ ઉભુ કરવા માટે વહેલો તે પહેલોની સ્કીમ મૂકવામાં આવી છે.હાઉસીંગ બોર્ડ દ્વારા માંજલપુર રોડ ખાતે 520 એમઆઇજીના અને 572 એલઆઇજીના મકાનોની સ્કીમ મૂકાઇ છે. 598 ચોરસ ફુટ કાર્પેટ એરિયા ગણીને એમઆઇજીના બે બેડરૂમ-હોલ કિચનના ફલેટની કિંમત રૂ.19.75 લાખ રાખવામાં આવી છે. જ્યારે, એક બેડરૂમ હોલ કિચનના એલઆઇજીના 400 ચોરસ ફુટ ફલેટની કિંમત રૂ.10.75 લાખ રાખવામાં આવી છે.
13 માળના બહુમાળી ફલેટ ટાવર આ સ્કીમ હેઠળ બાંધવામાં આવી રહ્યા છે અને દિવાળી સુધીમાં તો પઝેશની દેવાની તૈયારી કરી દેવામાં આવી છે. જોકે,માધવનગર દુર્ઘટના ઇફેકટને કારણે 70 ટકા અરજી જ હાઉસીંગ બોર્ડને મળી છે. જેમાં, એમઆઇજીના 230 મકાનો હજુ ખાલી પડયા છે તો એલઆઇજીના પણ 142 મકાનો ખાલી પડયા છે. હવે 15મી મે સુધી આ સ્કીમ માટે ફોર્મ મેળવી ભરી શકાશે.અરજદારને વહેલો તે પહેલોના ધોરણે સ્કીમના ફલેટની પસંદગી કરવાની તક અપાશે. ઓનલાઇન અરજી પર ફોર્મ ફીમાં 50%ની છુટ જાહેર કરાઇ છે.મુદત પૂરી થયા પછી જ ખબર પડશે
વહેલો તે પહેલાના ધોરણે માંજલપુરના એલઆઇજી અને એમઆઇજીના મકાનોની પસંદગી કરવાની સ્કીમ મૂકાઇ છે. આ યોજના હેઠળ ફોર્મ ભરીને પરત કરવાની મુદત તા.15મી મે નક્કી કરવામાં આવી છે.- તુષાર શાહ, એસ્ટેટ મેનેજર, ગુજરાત હાઉસીંગ બોર્ડ (વડોદરા)
ફેકટ ફિગર
MIG મકાન
520-સંખ્યા
290-અરજી આવી
રૂ.19.75લાખ-મકાનની કિંમત
LIG મકાન
572-સંખ્યા
430-અરજી આવી
રૂ.10.75લાખ-મકાનની કિંમત