તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં પ્રથમવાર સ્કૂલ બસમાં પણ હવે CCTV કેમરા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓની સલામતી માટે પહેલ કરી બે બસમાં સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યા

શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સલામતી શાળા પૂરતી જ નહીં પણ સ્કૂલ બસમાં પણ છે જ. આ જવાબદારી શાળાની જ છે એમ જાતે જ સ્વીકારીને શહેરની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલે પોતાની સ્કૂલ બસોમાં સીસીટીવી કેમેરાં ફીટ કરીને પ્રસંશનીય પગલું ભર્યું છે. સીસીટીવી કેમેરાથી સજ્જ આ વડોદરાની પહેલી સ્કૂલ બસો છે.

રિજ્યોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)ના નિયમોને ઘોળીને પી જઈને દોડતી હજારો સ્કૂલવાન અને સેંકડો બસો માટે પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલના સત્તાધિશોએ ભરેલું પગલું ઉદાહરણીય છે. સ્કુલબસમાં જતા વિદ્યાર્થીઓના વાલીઓને સતત તેમનાં સંતાનોની ચિંતા જ કોરી ખાતી હોય છે. હાલમાં પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલના ૧૦૦ વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરાંથી સજ્જ ત્રણ સ્કૂલબસમાં મુસાફરી રહી રહ્યાં છે. સ્કુલના જણાવ્યાં મુજબ આ સુવિધા માટે પેરેન્ટ્સને કોઈ વધારાનો ખર્ચ થશે નહીં. કારણ કે પોદ્દાર ગ્રૂપની તમામ સ્કુલોમાં આ પ્રોજેક્ટ ક્રમશ: લાગૂ પડશે.

- શું થશે ફાયદો?

- ટાબરિયાઓને માનસિક કે શારીરિક હિંસાના બનાવોની શક્યતા ટાળી શકાશે.
- કોઈ પણ પ્રકારની હિંસા જે બાળક કહી શકતા નથી તેની જાણ શાળાને થશે.
- બસમાં વિદ્યાર્થીઓ વચ્ચે કયારેક કોઈ વિવાદ થાય તો સાચુ કારણ જાણી શકાય.

- આવી છે સીસીટીવી કેમેરાની સિસ્ટમ

- બસમાં એક કેમેરાં ડ્રાઈવર અને કંડક્ટરના એરિયામાં અને બીજો બસમાં વચ્ચે ફીટ કરાયા છે.
- બંને કેમેરાને બસમાં જ એક લોખંડના બોક્સમાં મૂકેલી ૩પ૦ જીબીનીહાર્ડડિસ્ક સાથે જોડવામાં આવ્યાં છે.
- ત્રણ મહિ‌ના બાદ આ ડિસ્ક ભરાઈ જાય એટલે બોક્સને ખોલીને તેની હાર્ડડિસ્કને કાયમી સ્ટોર કરાશે.
- કેમેરાની સિસ્ટમને પાવર બસની બેટરીમાંથી જ મળે છે તેથી બસ બંધ હોય તો પણ કેમેરા કાર્યરત હોય છે.