• Gujarati News
  • Vadodara Collector Meet With Political Member At Vadodara

વડોદરામાં લોકસભાની પેટાચૂંટણી, કલેકટરની રાજકીય પક્ષો સાથે બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ નજરે પડે છે)
વડોદરા: લોકસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર થતા જ વડોદરા જીલ્લા ચૂંટણી તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. અને વડોદરાના નવનિયુકત કલેકટર અને ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને બેઠક યોજીને 20 ઓગષ્ટે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ત્યારબાદ ઉમેદવારી પત્રો આપવા અને સ્વીકારવા સહિતની પ્રથમ તબક્કાની કામગીરી પર ચર્ચા કરી હતી. અને સાથે જ મતદાન, મતગણના અને પરિણામોની જાહેરાત સુધીની પ્રક્રિયા દરમિયાન તમામ તબક્કે તમામ પક્ષોની ચૂંટણી તંત્રને સંપૂર્ણ સહયોગ મળી રહેશે તેવી વિશ્વાસ ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘે વ્યક્ત કર્યો હતો અને સાથે જ વડોદરા લોકસભા બેઠક પર તમામ પક્ષોના સહયોગથી સફળ અને ક્ષતિરહિત ચૂંટણી પૂર્ણ કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી.
આ સાથે જ ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘે કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષો માટે ચૂંટણીની જોગવાઈઓ સરખી જ રહેશે, અને ચૂંટણી ખર્ચની નોંધની સહિતની બાબતોમાં રાજકીય પક્ષોની મૂંઝવણમાં તેઓએ માર્ગદર્શન આપવા માટે તૈયાર છે. અને તેના માર્ગદર્શન માટે તાલીમ પણ આપવામાં આવશે.
શંકાસ્પદ પેઈડ ન્યુઝ આપનારા સામે નોટીસ ઇસ્યુ કરવામાં આવશે, વાંચવા માટે ફોટો બદલો