ફેસબુક પર ફોટો અપલોડ કરનારા બે શખ્સ ઓળખાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- ફેસબુક પર ફોટો અપલોડ કરનારા બે શખ્સ ઓળખાયા
- બે વિદ્યાર્થીનીઓએ સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી
- સાથી વિદ્યાર્થીએ જ છાત્રાનો ફોટો અપલોડ કર્યો હતો
વડોદરા : ફેસબુક પર ફોટા અપલોડ કરવાના બે અલગ અલગ બનાવમાં બન્ને ભેજાબાજ શખ્સને સાઇબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યાં હતા.કારેલાબાગ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીનીને અંજુ નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવતાં તેણે રિકવેસ્ટ એક્સસેપ્ટ કરી હતી અ્ને તેમાં પ્રોફાઇલ ફોટો તેનો હોય વિદ્યાર્થીનીએ ફોટો હટાવવા માટે વિનંતી કરી હતી. જો કે, અંજુ પ્રજાપિતનું ખોટુ એકાઉન્ટ બનાવનાર વ્યક્તિએ ફોટો હટાવ્યો ન હતો. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરાઈ હતી.
પી.આઇ. વી.જે રાઠોડે આ અંગે તપાસ હાથ ધરી ખોટુ એકાઉન્ટ બાવનાર રાકેશ નટુભાઇ ઠાકોર (રહે.ગાંધીનગર)ને ઝડપી પાડ્યો હતો. આ શખ્સે જે યુવતીનું તેણે એકાઉન્ટ બનાવ્યું હતું તેને તે ઓળખથો ન હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે વિદ્યાર્થીનીએ ફરિયાદ આપવાની ના કહેતા પોલીસે રાકેશ સામે અટકાયતી પગલા ભરી તેના જામીન મેળવી મુક્ત કર્યો હતો. તો અન્ય એક બનાવમાં તબીબનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઝોયા શેખના એકાઉન્ટ પરથી મેસેજ આપવતા હતા.

તેમાં તેમનો ફોટોગ્રાફ્સ અપલોડ થયેલો હોય તેમણે પણ ફોટો હટાવવા માટેની વિનંતી કરી હતી. જો કે, ફોટો હટાવવામાં ન આવતાં આ અંગેની ફરિયાદ પણ સાઇબર સેલમાં આપવામાં આવતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં મોહમંદ હનીફ ઉસ્માનગની શેખ (રહે.બાલાશીનોર) નામના શખ્સે ફોટા અપલોડ કર્યા હોય તેની અટકાયત કરાઈ હતી. યુવતીએ યુવક તેની સાથે અગાઉ અભ્યાસ કરતો હોય અને તેની કારકીર્દી બગડે નહી તે માટે ફરિયાદ આપવાની ના કહેતા આ યુવકના પણ જામીન મેળવી તેને જવા દીધો હતો.