તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિવર્સિટીની બેદરકારી : ૧૨ લાખના ડ્રાફટ જમા ન કરાવ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ટીચર્સની અરજી સાથે આવેલા ડ્રાફટ ચાર વર્ષથી એકાઉન્ટ વિભાગમાં પડી રહ્યાનો ઘટસ્ફોટ

યુનિવર્સિ‌ટીમાં ટેમ્પરરી ટીચર્સ અને કાયમી ટીચર્સે નોકરી મેળવવા માટે કરેલી અરજી અને તે માટે ડ્રાફટરૂપે મોકલેલા રૂપિયા ૧૨ લાખની રકમ કેમ એકાઉન્ટ વિભાગના અધિકારીઓ કે યુનિ.ના સત્તાધીશોએ આટલી મોટી રકમ બેંકમાં કેમ જમા ન કરાવી ? કલાર્કની બેદરકારી ગણાવનાર યુનિ.ના સત્તાધીશો પણ ૧૨ લાખના ડ્રાફટ પ્રકરણમાં એટલા જ જવાબદાર હોવાનું યુનિ.ના શૈક્ષણિક આલમમાં ચર્ચાઇ રહ્યું છે.

યુનિ.ના વિદ્યાર્થીઓને વધુ સુવિધા આપવા તથા કેમ્પસ બ્યિુટફિકેશનના નામે વિદ્યાર્થીઓ પર ૨પ ટકા જેટલો તોતિંગ ફી વધારો ઝીંકનાર યુનિવર્સિ‌ટીના સત્તાધીશો રોજ નવા વિવાદોમાં ઘેરાઇ રહ્યા છે.
તાજેતરમાં જ યુનિ.ની હેડ ઓફિસમાંથી ૩.પ૬ કરોડના ચેક પ્રકરણનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં હવે ૧૨ લાખના ડ્રાફટનું નવું પ્રકરણ બહાર આવ્યું છે. ચેક પ્રકરણના કૌભાંડ બાદ આંતરિક તપાસ કરી રહેલા એકાઉન્ટ વિભાગના અધિકારીઓની તપાસમાં સસ્પેન્ડ કલાર્કના ડ્રોઅરમાં બેંકમાં જમા નહીં કરાયેલા લગભગ ૧૦૦થી ડ્રાફટ મળ્યા છે. સસ્પેન્ડ કલાર્ક એસ. મકરાણીના ડ્રોઅરમાંથી વર્ષ ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧-૧૨ એમ ચાર વર્ષમાં યુનિ.માં ટેમ્પરરી લેકચરર તથા કાયમી લેકચરર તરીકે અરજી કરનાર અરજદાર પાસેથી ૧૦૦ થી ૧ હજારની રકમના ડ્રાફટ મળતાં જ એકાઉન્ટ વિભાગ અને યુનિ. તંત્ર પણ ચોંકી ઉઠયું છે.
યુનિ.ના શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે. યુનિ.ના વીસી પ્રો. યોગેશ સિંઘ જે ઓફિસમાં બેસે છે તે જ કચેરીના એકાઉન્ટ વિભાગમાં છેલ્લાં ચાર વર્ષથી ડ્રાફટ કૌભાંડ ચાલતું રહ્યું છતાં કોઇ ગંધ ન આવી ? સમગ્ર કૌભાંડને બહાર લાવનાર અધિકારીઓ પણ વર્ષોથી એકાઉન્ટ વિભાગમાં જ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે તો તેમને આ પ્રકરણની ગંધ નહોતી કે સમગ્ર બાબતને જાણવા છતાં નજર અંદાજ કરવામાં આવી હોવાની ચર્ચાએ યુનિ.ના શૈક્ષણિક જગતમાં પણ ગરમાવો લાવી દીધો છે. સમગ્ર પ્રકરણમાં યુનિ.ના સત્તાધીશો સામે પણ કલાર્કની જેમ જ બેદરકારી રીતે વહીવટ કરાઇ રહ્યો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.

મુદ્દત વિતેલા ડ્રાફટ અંગે બેંકોને જાણ કરાશે

સસ્પેન્ડ કલાર્ક એસ.મકરાણીના ડ્રોઅરમાંથી ૧૨ લાખના મળી આવેલા ડ્રાફટની મુદ્દતો વિતી ગઇ છે. ડ્રાફટ હાલમાં નકામા બની ગયા છે. ડ્રાફટની રકમ બેંકમાં જમા કરવા માટે યુનિ. હવે વિવિધ બેંકને પત્ર લખી વિનંતી કરશે. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણો જ સમય જઇ શકે તેમ છે. આમ છતાં યુનિ. તે ડ્રાફટની રકમ જમા કરાવવા માટે ઘણી જ પ્રયત્નશીલ છે.
ડૉ. અમિત ધોળકિયા, રજિસ્ટ્રાર