તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.ની દરેક ફેકલ્ટીમાં ડીન ઓફ સ્પોટસ નિમાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યુનિ.ની દરેક ફેકલ્ટીમાં ડીન ઓફ સ્પોટસ નિમાશે
- સ્પોર્ટ્સની કોઇપણ રમતને હવે વિદ્યાર્થી અભ્યાસક્રમના ભાગે ભણીને ક્રેડિટ મેળવી શકશે
વડોદરા : એમ.એસ.યુનિ.ટીમાં સ્પોર્ટ્સને વિષય તરીકે રાખવા માગતા તથા સ્પોર્ટ્સની વિવિધ રમતોમાં આગળ વધવા માગતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહતિ કરી શકે તે માટે યુનિ.ની 13 ફેકલ્ટીઓ અને 3 કોલેજોમાં યુનિ.ની ઇતહિાસમાં પહેલી જ વાર યુનિ.ના સત્તાધીશોએ ડીન ઓફ સ્પોર્ટ્સની નિમણૂક કરવાનો નરિ્ણય કર્યો છે. ફેકલ્ટી અને કોલેજોમાં ડીન ઓફ સ્પોર્ટ્સની નિમણૂંકના પગલે એમ.એસ.યુનિ.ના રાજયની પહેલી યુનિવસરિ્ટી બનશે.

યુનિ.માં દર વર્ષે યૂથ ફેસ્ટિવલ યોજાય છે. પણ મોટા ભાગની રમતોમાં ગણ્યાં-ગાંઠ્યાં જ વિદ્યાર્થી ભાગ લે છે. સ્પોર્ટ્સમાં રુચિ રાખતાં અને વિવિધ રમતો રમતાં વિદ્યાર્થીઓને લેકચર એટેન્ડ કરવાથી લઇને પરીક્ષાની તૈયારી કરવા માટે પણ મોટી સમસ્યાઓનો કરવો પડે છે. આ બધી સમસ્યાઓને દૂર કરીને સ્પોર્ટ્સને મહત્ત્વ મળે તેમજ યુનિ.માંથી વિવિધ રમતોમાં યુનિવસરિ્ટી કક્ષા અને રાજ્ય કક્ષાએ ખેલાડીઓ તૈયાર થાય તે માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ પહેલી જ વાર યુનિ.ના ઇતહિાસમાં યુનિ.ની તમામ ફેકલ્ટીઓમાં ડીન ઓફ સ્પોર્ટ્સની નિમણૂક કરવાનો નરિ્ણય કર્યો છે.

ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડાયરેકટર ડૉ. પી.બી.થુમ્મરે જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સને મહત્ત્વ આપવાની સાથે વિદ્યાર્થીઓ તેને કારકરિ્દી તરીકે અપનાવે તે અમારો આશય
હતો. આ માટે છેલ્લા કેટલાય સમયથી ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તથા સ્પોર્ટ્સ કન્વીનર દ્વારા સતત માગ યુનિ. સમક્ષ મૂકાઇ હતી. જેના પરિણામસ્વરૂપે જ હવે યુનિ.ની દરેક ફેકલ્ટીમાં સ્પોર્ટ્સના ડીનની નિમણૂક કરાશે, જે વિદ્યાર્થીઓને ફેકલ્ટી કક્ષાએથી જ વિવિધ રમતો અંગે માર્ગદર્શન આપશે. આનાથી સ્પોર્ટ્સમાં આવનારાં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે.
સ્પોર્ટ્સ રમતાં છાત્રોને એક્સપોઝર મળશે
શાળાકક્ષાએ સ્પોર્ટ્સ રમતાં પણ યુનિ.માં પ્રવેશ લીધા બાદ ફેકલ્ટી કે યુનિ. કક્ષાએ સ્પોર્ટ્સ અંગે યોગ્ય માર્ગદર્શનને અભાવે વિવિધ રમતોમાં ભાગ લેવાનું ટાળતાં હતા. પરંતુ હવે ડીન ઓફ સ્પોર્ટ્સની નિમણૂંકો થવાને પગલે વિદ્યાર્થીઓ પોતે જે રમતમાં રસ ધરાવે છે તે રમતમાં આગળ વધી શકશે. તેમને હવે મોટો એક્સપોઝર મળશે.

સ્પોર્ટ્સમાં રુચિ વાળા અધ્યાપકો નિમાશે
સ્પોર્ટ્સમાં રૂચી ધરાવતાં અધ્યાપકોની જ યુનિ.ની 13 ફેકલ્ટી અને 3 કોલેજમાં ડીન ઓફ સ્પોર્ટ્સ તરીકે નિમણૂંકો કરવામાં આવશે. દરેક ફેકલ્ટીના ડીન દ્વારા વહેલી તકે નિમણૂંકો કરીને યુનિ.ની હેડ ઓફીસને જાણ કરશે. સાથે સાથે ફીઝીકલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટને તેની એક નકલ મોકલી આપશે.
- ડૉ. અમતિ ધોળકીયા, રજીસ્ટ્રાર.