૧.૩પ કરોડની ખાધ સાથે યુનિ.ના ૨૩૩ કરોડના બજેટને મંજૂરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સાંજ સુધી ચાલેલી સિન્ડિકેટની બેઠકમાં વર્ષ ૨૦૧૨-૧૩ના નાણાંકીય હિ‌સાબોને મંજૂરી
-ગત વર્ષ કરતાં બજેટમાં ૩૭ કરોડ રૂપિયાનો વધારો થયો
-હવે તા.૨૯મીએ સેનેટમાં બજેટ અને હિ‌સાબો ઉપર ચર્ચા થશે

એમ.એસ.યુનિવર્સિ‌ટીમાં સિન્ડીકેટની બેઠકમાં વર્ષ ૨૦૧૪-૧પના વર્ષના રજૂ થયેલા ૨૩૩ કરોડના બજેટને મંજુરી આપવામાં આવી હતી. યુનિ.બજેટ અને હિ‌સાબોને હવે આખરી મંજુરી માટે તા.૨૯મીએ મળનારી સેનેટમાં રજૂ કરવામાં આવનાર છે.યુનિ.નુ બજેટ ગત વર્ષની સરખામણીમાં ૩૭ કરોડ વધુ છે. યુનિ.ના વીસી પ્રો. યોગેશ સિંઘની અધ્યક્ષતામાં મળેલી સિન્ડિકેટની ખાસ બેઠકમાં વર્ષ ૨૦૧૪-૧પનુ રૂા.૨૩૩ કરોડનુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૧૪-૧પના બજેટમાં આવકની સામે જાવક વધુ હોવાથી ૧.૩પ કરોડની ખાદ્યવાળું બજેટ રહ્યુ હતુ. વર્ષ ૨૦૧૪-૧પના બજેટની સાથે સાથે વર્ષ ૨૦૧૨-૧૩ના નાણાંકીય હિ‌સાબોને મંજુર કરવામાં આવ્યુ હતુ. સિન્ડીકેટમાં રજૂ થયેલા ૨૩૩ કરોડના બજેટમાં ૯૦„ એટલે કે ૨૧૨કરોડની રકમ તો અધ્યાપકો અને કર્મચારીઓના પગાર પાછળ જ ખર્ચાઇ જનાર છે. જ્યારે બાકીના ૧૦„ની રકમ યુનિ.ની વિવિધ બિલ્ડીંગ તથા ભવનોના મેન્ટેન્સ, સ્ટેશનરી, લાયબ્રેરીના પુસ્તકો, સિક્યુરીટી વ્યવસ્થા, ગાર્ડનની જાળવણી સહિ‌તના વહીવટી ખર્ચ પાછળ ખર્ચાઇ જશે.

રાજય સરકાર તરફથી પગાર સહિ‌તની ગ્રાન્ટ પેટે ૨૨૬ કરોડ મેળવવા માટે રાજય સરકાર ઉપર આધાર રાખવો પડશે. બજેટ અંગે યુનિ.ના રજીસ્ટ્રાર ડૉ. અમિત ધોળકીયાએ જણાવ્યું હતું કે, કુલ બજેટના ૧૦„ વહીવટી ખર્ચ-મેન્ટેન્સ પાછળ વપરાશે. ગત વર્ષની સરખામણીમાં બજેટ વધવા પાછળનું કારણ ચાલુ વર્ષે કર્મચારી-અધ્યાપકોની ખાલી પડેલી જગ્યાઓ ભરાઇ તેમજ પગાર વધારાના લાભો-ડીએ સહિ‌તના ભથ્થાંની ચૂકવણીના કારણે જ ૩૭ કરોડની રકમ વધી ગઇ છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...