તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોસાયટીઓમાં સામૂહિ‌ક સેલિબ્રેશનની અનોખી પરંપરા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલિબ્રેશનથી સોશિયલ પ્લસ ઇમોશનલ બોન્ડિગ વધુ મજબૂત થાય છે

વડોદરાની ફેસ્ટિવલ સેલિબ્રેશનની પરંપરા વિખ્યાત છે. આ અનોખી ટ્રેડિશનમાં કેટલીક સોસાયટીઓમાં સામૂહિ‌ક સેલિબ્રેશનની પણ અનોખી ટ્રેડિશન જોવા મળે છે. શહેરના માંજલપુર વિસ્તારની યોગીકૃપા સોસાયટીમાં દિવાળીના દિવસે દર વર્ષે બંગલાના સભ્યો એકસાથે સોસાયટીના રસ્તાની સફાઈથી માંડીને સોસાયટીના ગ્રાઉન્ડમાં રંગોળીઓ તૈયાર કરે છે.

જ્યારે કારેલીબાગની ગુરુકૃપા સોસાયટીમાં પણ નોંખા સેલિબ્રેશન અંતર્ગત સોસાયટીના સૌ સભ્યોએ મોટી સ્ક્રિ‌ન પર ગુજરાતી નાટકોની મજા માણી હતી. માંજલપુરની યોગીકૃપા સોસાયટીમાં દર વર્ષે એક મોટી અને ત્રણેક નાની રંગોળીઓ તૈયાર કરવામાં આવે છે. આ વિશે આ સોસાયટીના રહીશ અમીત પટેલ કહે છે કે, 'સોસાયટીના તમામ સભ્યોનો આ સેલિબ્રેશનનું અને તેની સાથે સંકળાયેલી ભાવનાનું મહત્ત્વ સમજે છે.

તેથી લોકો આપમેળે જોડાઈ જાય છે.’ આ સોસાયટીમાં ૩૬ ચોરસ ફૂટની, વિવિધ ફુલોમાંથી તૈયાર કરવામાં આવેલી વિશાળ રંગોળી અને બીજી ત્રણેક રંગોળી તૈયાર કરવામાં આવે છે.નાની રંગોળીઓમાં એક કાર્ટૂન રંગોળી અને એક ધાર્મિ‌ક રંગોળી બનાવવામાં આવે છે. જ્યારે ત્રીજી એક રંગોળી સોસાયટીના નાના ટાબરિયાઓ રંગ પૂરી શકે તે રીતે તૈયાર કરાય છે. આ દિવસો દરમિયાન સોસાયટીમાં પરફેક્ટ સેલિબ્રેશનનો માહોલ સર્જા‍ય છે.

ગુરુકૃપા સોસા.માં માતૃભાષાના સંવર્ધનનો મેસેજ
કારેલીબાગ વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટી ૩૮ વર્ષ જૂની છે. આ સોસાયટીમાં વર્ષોથી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા..’ની 'ગોકુલધામ સોસાયટી’ ની સ્ટાઈલથી તમામ તહેવારોની સામૂહિ‌ક ઉજવણી કરાય છે. તમામ લોકોએ દિવાળીના દિવસે રાત્રે એક સાથે ફટાકડા ફોડયાં હતા. પણ સાથે જ નિમિષ, વિપુલ, સૌરિન, તેજસ, દિગંત, ગોપાલ, ચેતન અને ધર્મેન્દ્રે વિશેષ વ્યવસ્થા અંતર્ગત વિવિધ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત 'ગુજજુભાઈએ ગામ ગજવ્યું’ નાટક સૌએ એકસાથે માણ્યું હતું.

આ વિશે ધર્મેન્દ્રે જણાવ્યું કે, આ નાટક બતાવવાનું કારણ એ હતું કે, સોસાયટીના તમામ બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે. તેઓ ગુજરાતી સમજી શકે અને તે રીતે તેમનામાં માતૃભાષા ગુજરાતી ભાષા સંવર્ધિ‌ત થાય તે હતો. આ ઉપરાંત કરાઓકે સિસ્ટમ પર પોતાની ચોઈસના ગીતો ગાઈને સોસાયટીના તમામ સભ્યોએ પોતાનો શોખ પૂરો કર્યો હતો.

રંગોળીના ચાર પરિમાણ
આ સોસાયટીમાં થતી રંગોળીમાં ફુલ ઉપરાંત કલર, પ્રકાશ અને સંગીતનો સમન્વય જોવા મળે છે. ફુલોની રંગોળીને શાનદાર બનાવવા રંગોલી કલર્સ મૂકવામાં છે અને રંગોળી અંધારા પણ દિપી ઉઠે તે માટે દીવડાઓ ગોઠવવામાં આવે છે. વાતાવરણ લાઈવ બને તે માટે મ્યૂઝિક સિસ્ટમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.