યુનિ.માં ૧૨મીથી TY B.COMની ઓલ્ડ કોર્સની પરીક્ષાનો પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોમર્સ ફેકલ્ટી સહિ‌ત અન્ય ફેકલ્ટીઓમાં પણ ૧૮મી બાદ ઇન્ટર્નલ પરીક્ષાઓનો પ્રારંભ થશે

દિવાળીનો તહેવાર પૂર્ણ થતાં જ એમ.એસ.યુનિવર્સિ‌ટીની કોમર્સ ફેકલ્ટીમાં ૧૨મીથી ટી.વાય.બીકોમની પરીક્ષાનો પ્રારંભ થશે. ૧૨મીથી શરૂ થતી ટી.વાય.બીકોમ-ઓલ્ડ કોર્સના ૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.યુનિ.માં દિવાળીના તહેવાર નિમિત્તે ૧૮મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

દિવાળી વેકેશન હોવા છતાં પણ દર વર્ષની જેમ જ યુનિ.માં ઓલ્ડ કોર્સ અને એટીકેટીના વિદ્યાર્થીઓની યુનિ.ના સત્તાધીશો દ્વારા પરીક્ષા યોજાતી હોય છે.ચાલુ વર્ષે યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં ટી.વાય.બીકોમના ઓલ્ડ કોર્સની પરીક્ષાનો પ્રારંભ થશે. ૧૨મીએ પ્રથમ દિવસે ફાઇનાન્શીયલ મેનેજમેન્ટ અને પર્સનલ ફાઇનાન્સની પરીક્ષા યોજાશે. ૧૯મી સુધી ચાલનારી ટી.વાય.બીકોમની ઓલ્ડ કોર્સની પરીક્ષામાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ૧૯મીએ ટી.વાય.બીકોમની પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ એટલે કે ૨૧મીથી એસ.વાય.બીકોમની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષા ૨૭મી નવેમ્બર સુધી ચાલશે.