વડોદરા જિલ્લાના બે લાખથી વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં જોડાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-એબોવ ૬૦માં પણ ૧૦૦ પુરુષની સામે ૭૬ મહિ‌લાઓની જ નોંધણી થઈ
-ખેલમહાકુંભની મશાલ રેલીનું આગામી ૧૯મીએ આજવા ખાતે આગમન

વડોદરા જિલ્લામાંથી ૧,૨પ,૨પ૩ અને વડોદરા શહેરમાંથી કુલ ૧,૧૬,૦૯પ રમતવીરોએ નોંધણી કરાવી છે.
રમતોમાં એથ્લેટિક્સ, વોલીબોલ, ચેસ, બેડમિન્ટન, ફૂટબોલ, સ્કેટિંગ, હેન્ડબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, યોગાસન, બાસ્કેટબોલ, જૂડો, હોકી, લોન ટેનિસ, ખોખો, શુટિંગ બોલ, તીરંદાજી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, કુસ્તી તથા ટેકવેન્ડોનો સમાવેશ કરાયો છે. રમત-ગમત અધિકારી રાજુ વસાવાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૪પ અને ૬૦ની વયની ઉપરના એટલે કે વયસ્ક લોકો પણ ભાગ લઈ શકે તે માટે તેમનો વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે.

આ વિભાગ સિવાય, ૧૨ વર્ષથી નીચેના, ૧૬ વર્ષથી નીચેના અને ૧૬ વર્ષથી વધુ વયના લોકોનો વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે અને દરેક વિભાગમાં મહિ‌લાઓનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ વખત એબોવ ૪પ અને ૬૦ની ૬ જેટલી રમતો મહિ‌લા અને પુરૂષો માટે શરૂ કરવામાં આવી છે. રસપ્રદ બાબત એ છે કે એબોવ ૪પમાં વડોદરા શહેર અને જિલ્લા એમ બંનેમાં કુલ ૧૮૭ મહિ‌લાઓની સામે એકપણ પુરૂષની નોંધણી નથી થઈ. એબોવ ૬૦માં પણ ૧૦૦ પુરૂષની સામે ૭૬ મહિ‌લાઓની જ નોંધણી થઈ છે. અંડર ૧૨માં ૨૦૭૨૧ છોકરાઓ અને ૧૯૭૮૦ છોકરીઓની નોંધણી થઈ છે. અંડર ૧૬માં ૬૭,પ૯૨ છોકરાઓ, ૩૦,૦૪પ છોકરીઓ તથા એબોવ ૧૬માં ૮૨,૮૨૭ યુવકો અને ૧૯,૬૯૯ યુવતીઓની નોંધણી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ખેલમહાકુંભની શરૂઆત પહેલાં સમગ્ર રાજ્યમાં જે મશાલ રેલી ફરવાની છે તેનું આગમન વડોદરામાં ૧૯મી ના રોજ આજવા ખાતે થશે.

એબોવ ૪પની છ રમતોમાં પુરુષ રમતવીર નહી
પ્રથમ વખત સરકાર દ્વારા એબોવ ૪પ અને એબોવ ૬૦ માટે છ જેટલી વિવિધ રમતોનો સમાવેશ કરાયો છે. અચરજની વાત એ છે કે, એબોવ ૪પમાં મહિ‌લાઓની સામે એકપણ પુરુષ રમતવીરની નોંધણી થઈ નથી.

છેલ્લાં ત્રણ વર્ષમાં ખેલમહાકુંભમાં દેખાવ
વર્ષ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ
૨૦૧૦ પ૩ પ૦ ૪૪
૨૦૧૧ પ૩ ૪૨ પ૨
૨૦૧૨ પ૧ ૪પ ૪પ