વડોદરા નારી સંરક્ષણ ગૃહની દિવાલ કૂદી બે કિશોર ફરાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પોલીસે વર્ણનના આધારે બંને કિશોરીઓની શોધખોળ હાથ ધરી

શહેરના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહની દિવાલ કૂદી બે કિશોરી ભાગી છુટી હતી. બનાવને પગલે નારી સંરક્ષણ ગૃહમાં સલામતી સામે પ્રશ્રાર્થ સર્જાયો છે. પોલીસે બંને કિશોરીઓને શોધવા કવાયત હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં મધ્યપ્રદેશની આરતી લક્ષમણ યાદવ ઉ.વ. ૧પ અને પૂર્ણિમા બીપીનભાઇ ઠાકોર ઉ.વ. ૧૬ને છેલ્લા કેટલાક સમયથી રાખવામાં આવી હતી. રવિવારે વહેલી સવારે ૪થી પ વાગ્યાના અરસામાં આ બંને કિશોરી દિવાલ કૂદીને ભાગી છુટી હતી. બનાવની જાણ થતાં નારી સંરક્ષણ ગૃહના સત્તાવાળામાં દોડધામ મચી હતી.

આ અંગે ફતેગંજ પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે વર્ણનના આધારે બંને કિશોરીઓની શોધખોળ હાથ ધરી છે. જો કે વહેલી સવારે કિશોરીઓ દિવાલ કૂદીને ભાગી છુટવાના બનાવને પગલે નારી સંરક્ષણ ગૃહની સલામતી સામે પ્રશ્રાર્થ સર્જાયો છે.