કરજણ રેલવે ટ્રેક પર અકસ્માતમાં બે મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજાણ્યા યુવાન ટ્રેનમાંથી પડતાં મોત પાલેજના આધેડે ટ્રેન નીચે પડતું મુક્યું કરજણ રેલવે ટ્રેક પર શનિવારે મોતની બે ઘટનાઓ બની હતી. જેમાં સવારે પશ્ચિમ એક્સપ્રેસમાંથી પડી જતાં અજાણ્યા યુવાન નું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં પાલેજમાં આધેડે સૌરાષ્ટ્ર ટ્રેન નીચે પડતું મુકી મોતને વહાલું કર્યું છે. બંને ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર કરજણ રેલવે પર ગેટ નં.૨૧૩ પાસે શનિવારે સવારે ૯.૨૧ મિનિટે પશ્ચિમ એક્સ્પ્રેસ ટ્રેન પસાર થઇ રહી હતી. દરમિયાન ટ્રેનમાંથી અચાનક એક શખ્સ નીચે પટકાતાં તેનું મોત નિપજ્યું હતું. જોકે આ શખ્સની કોઇ ઓળખ થઇ શકી ન હતી. ટ્રેનમાંથી પટકાયેલા શખ્સ ઉ.વ.૩૦નાઓ કે જેણે સફેદ ટી શર્ટ અને વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. અને તેના ખિસ્સામાં તપાસ કરતાં નીકળેલા કાગળોના આધારે કરજણ રેલવે પોલીસે તેના વાલી વારસોની શોધખોળ આદરી છે. જ્યારે બીજા બનાવમાં પાલેજ ગામની જુના ભીલવાડામાં રહેતાં આઘેડ શિવાભાઇ છીતાભાઇ વસાવા ઉ.વ.પ૦નાઓએ મિયાગામ કરજણ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.૧ પર સવારના ૧૦.૨૦ કલાકે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરતાં પોલીસે બંનેની લાશને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી હતી. બંને ઘટનામાં પોલીસે ગુનો વધુ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, રેલવે ટ્રેક ઉપર અવાર નવાર બનતી અકસ્માતની ઘટનઓ છતાં સ્થાનીક તંત્ર દ્વારા આવા બનાવો રોકવા કોઇ કામગીરી હાથ ધરાતી નથીત્યારે બંદોબસ્ત મુકવા માગ કરાઇ છે.