• Gujarati News
  • Truck On The Road Divider At Sushen Tarsali Rod At Vadodara Latest News

વડોદરા:સુશેન તરસાલી રોડ પર ટ્રક ડિવાઇડર પર ચઢી ગઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: શહેરના સુશેન તરસાલી રોડ પર શનિવારના રોજ રાત્રે જાહેરમાર્ગ પર એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડીવાઇડર પર ચઢી ગઇ હતી. )
વડોદરા:શહેરના સુશેન તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક પાસે શનિવારે રાત્રે જાહેરમાર્ગ પર એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડીવાઇડર પર ચઢી ગઇ હતી. જેના કારણે સ્ટ્રીટ લાઇટના ઘણા બધા થાંભલાઓ ધરાશાયી થઇ જતા રોડ પરની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છેકે, અગાઉ પણ આ રોડ પર અકસ્માતના વિવિધ બનાવો બન્યા હતા.
છેલ્લાં ઘણા સમયથી આ રોડ જાણે અક્સમાત ઝોન બની ગયો હોય તેમ છાશવારે અકસ્માતોની વણઝાર ચાલુ જ રહે છે. વિસ્તારના રહિશો માટે આ રોડ જોખમરૂપ બની ગયો છે. આશ્ચર્યની વાત એ છેકે, 24 કલાક ભારે વાહનવ્યહારથી ધમધમતાં માર્ગ ઉપર એક પણ સ્પીડ બ્રેકર સત્તાવાળાઓ દ્વારા બનાવાયું નથી. જેના પરિણામે ભારદારી વાહનો કોઇપણ નિયંત્રણ વિના પુર ઝડપે પસાર થતાં હોવાથી આ પ્રકારના અકસ્માતો વારંવાર બનતાં રહે છે.