તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Travellers Chetarato Bogus Ticket Checker Abad Jhadapayo

મુસાફરોને છેતરતો બોગસ ટિકિટ ચેકર આબાદ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરાતાં શંકાના આધારે ઝડપાયો
- 246 ટિકિટ વગરના મુસાફરો પાસેથી દંડ વસુલ કરાયો


વડોદરા રેલવે સ્ટેશન ખાતે આકસ્મિક ટિકિટ ચેકિંગ હાથ ધરાતાં કોમર્શિ‌યલ વિભાગના અધિકારીઓએ બોગસ ટિકિટ ચેકર ઝડપી પાડયો હતો. બોગસ ટિકિટ ચેકરને પકડી ગુજરાત રેલવે પોલીસને હવાલે કરી દેવાયો હતો.

વડોદરા ડિવિઝનના સિનિયર ડી.સી.એમ. પ્રદીપ બેનરજીની સૂચનાથી રેલવે સ્ટેશન ખાતે આજે આકસ્મિક ટિકિટ ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. જે અંતર્ગત ટિકિટ ચેકિંગ સ્ટાફના ૨૧ જેટલા ઇન્સપેકટરે રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ, ફુટ ઓવર બ્રિજ તેમજ પ્લેટફોર્મ ઉપરના પ્રવેશદ્વાર ખાતે ગોઠવાઇ જઇ ઘનિષ્ઠ ચેકિંગ શરૂ કર્યું હતું. ટિકિટ ચેકિંગની આકસ્મિક રીતે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન કોમર્શિ‌યલ વિભાગના અધિકારીઓએ ફુટ ઓવર બ્રિજ પાસે ટિકિટ ચેકરના સ્વાંગમાં ફરતા ૨૬ વર્ષીય રવિ શ્રીવાસ્તવને શંકાના આધારે ઝડપી પાડયો હતો.

બાદમાં કોમર્શિ‌યલ વિભાગના અધિકારીઓએ રવિ શ્રીવાસ્તવની ઉલટ તપાસ અને ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તે રેલવે કર્મચારી ન હોવાનું ખુલવા પામ્યું હતું. જેને પગલે અધિકારીઓએ બોગસ ટિકિટ ચેકરને પકડી ગુજરાત રેલવે પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે બોગસ ટિકિટ ચેકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સાથે ટિકિટ વિના મુસાફરી કરનાર ૨૪૬ મુસાફરોને ઝડપી તેમની પાસેથી ૬૧,૭૮પ નો દંડ વસુલ કર્યો હતો.