• Gujarati News
  • Transporter's Son Kidnap Case, Good Service By Police

ટ્રાન્સપોર્ટરના પુત્રનું અપહરણ, માત્ર 10 મિનીટમાં પોલીસે છોડાવ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મિત્ર સાથે વડોદરા આવેલા મહેસાણાના ટ્રાન્સપોર્ટરના પુત્રનું સયાજીગંજની હોટલમાંથી ચાકુની અણીએ તેની જ વૈભવી કારમાં અપહરણ કરતા સનસનાટી મચી ગઇ હતી. યુવકને તાંદલજાના ખુલ્લા મેદાનમાં લઇ જઇ ૨ લાખની માગણી કરતાં તેણે ચાલકીથી કંટ્રોલરૂમમાં કોલ કરી દેતાં પોલીસે ૧૦ મિનિટમાં જ ૪ અપહરણકારને દબોચી લેતા અપહ્યતનો આબાદ છૂટકારો થયો હતો.

મહેસાણા ઊંઝા રોડ પર રાજસ્થાન ટ્રક ટ્રાન્સપોર્ટના નામે વ્યવસાય કરતાં અશ્વિન ચૌહાણને પુત્ર અંકિત (ઉ.વ. ૨૩)તેમની સાથે જ કામ સંભાળે છે. તે તેના મિત્ર રૂષિત સાથે ગત ૧૪મીએ નવી સફારી કારમાં વડોદરા આવ્યો હતો. તે ૧પમીએ રાત્રે રૂષિત સાસરીમાં ઉતારી સયાજીગંજના અદિતી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. તા.૧૬મીએ બપોરે અચાનક તેની રૂમમાં રૂમ સર્વિ‌સના બહાને મોહસીન પઠાણ સહિ‌ત ત્રણ શખ્સો ઘૂસી આવી બે લાખ રૂપિયાની માગણી કરી તેને માર માર્યો હતો ચાકુની અણીએ તેની જ સફારી કારમાં અપહરણ કરી તાંદલજા નંદ સોસાયટી પાસેના ખુલ્લા મેદાનમાં લઇ ગયા હતાં, જ્યારે રાજા ઉર્ફે અબ્દુલ અજિજ એસ. મર્ઝિા રિક્ષા લઇ પાછળ-પાછળ આવ્યો હતો.

ખંડણીના બે લાખ અંકિતે પિતા પાસે આંગડિયા પેઢીમાં મંગાવું છુ કહી પિતા સાથે વાતચીતના બહાને મોબાઇલ લઇ કંટ્રોલરૂમમાં અપહરણની જાણ કરતા જેપી રોડ પીઆઇ સંઘાણી અને ડીસ્ટાફના ત્રણ જવાનોએ તુરંત જ ગ્રાઉન્ડમાં પહોંચી ે ત્રિપુટીને ઝડપી પાડી અપહ્યત યુવકને છોડાવી દીધો હતો.જયારે હોટલના સીસીટીવીમાં ફારૂક પણ દેખાતા તેની પણ ધરપકડ કરાઇ હતી.

10 મિનિટમાં પોલીસે ઓપરેશન પાર પાડ્યું

અમે દસ મિનિટમાં પહોંચી ત્રણેને ઝડપી પાડયા હતાં. અંકિતે વિશેષ નિવેદનમાં ફારૂક હસનઅલી સૈયદની પણ સંડોવણી હોવાનુ જણાવ્યું હતું. વળી, સીસીટીવીમાં પણ ૪ જણ દેખાતા હોય આજે રાત્રે તેની ધરપકડ કરી છે. ચપ્પુ, રિક્ષા, મોબાઇલ કબજે લઇ લીધા હોય તેમના રિમાન્ડ માગ્યા નથી.હતી. આર.એલ. સંઘાણી, પીઆઇ, જેપી રોડ

જુઓ આગળની તસવીરમાં અપહરણ થયેલ યુવકની જુબાનીમાં આખી ઘટનાની માહિતી