વડોદરામાં 'પહેરવેશ’નું એટ્રેકશન, માણવાલાયક બન્યો શૉ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે સર સયાજીરાવ ઓડિટોરિયમમાં મોડી રાત સુધી ટ્રેડિશનલ ડ્રેસિસમાં સજ્જ કિડ્સથી માંડીને યંગસ્ટર્સે ઉપસ્થિત બરોડિયન્સને ભારતીય પરંપરાની ઝાંખી કરાવી હતી. અવનવા આકર્ષક ડ્રેસિસ ઉપરાંત ગ્રૂપ ડાન્સ પ્રેઝન્ટેશનને લીધે 'પહેરવેશ’ જોવા અને માણવાલાયક બન્યો હતો. ઇન્ડિયન લાયન્સ મકરપુરા અને સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ટ્રેડિશનલ બ્યૂટિ કોન્ટેસ્ટ બ્રેસ્ટ કેન્સર અવેનેરનેસ કેમ્પેઇન અંતર્ગત યોજાઇ હતી. આ કોન્ટેસ્ટમાં કિડ્સ, મોમ્સ, યંગસ્ટર્સ જેવી જુદી જુદી કેટેગરીના ૮૦થી વધુ પાર્ટિ‌સિપન્ટ્સ રેમ્પ પર અવનવા ડ્રેસિસ સાથે ઉતર્યાં હતાં. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આગળ જુઓ આ શો ની આહલાદક તસવીરો.....