આજે આઠમ: ગુજરાતના સમગ્ર માઇ મંદિરો ઉભરાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઠમ નિમિત્તે માઇ મંદિરોમાં નવચંડી યજ્ઞ તેમજ હોમ-હવન સહિ‌તના કાર્યક્રમોનું આયોજનપાવાગઢ ખાતે લાખો શ્રદ્ધાળુ ઉમટી પડશેવહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ સજ્જશારદીય નવરાત્રિ પર્વ અંતર્ગત સોમવારે માઇ મંદિરોમાં આઠમની ઉજવણી કરાશે. આઠમ પર્વ નિમિત્તે માઇ મંદિરોમાં નવચંડી યજ્ઞ તેમજ હોમ હવન સહિ‌તના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વહીવટકર્તાઓ તેમજ પોલીસ દ્વારા પણ સુરક્ષા સહિ‌તની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.સોમવારે માતાજીના આઠમના પર્વ નિમિત્તે વડોદરાના બહુચરાજી મંદિર (કારેલીબાગ), અંબા માતાજીના મંદિર (એમ.જી.રોડ) ઉપરાંત જિલ્લાના રણુ ગામ સ્થિત તુલજા માતાજીના મંદિર, પાવાગઢ સ્થિત મહાકાળી માતાજી મંદિર અને રાજપીપળા સ્થિત શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. જેને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર સજ્જ થઈ ગયું છે.બહુચરાજી મંદિર ખાતે પ્રથમ વખત વિશાળ સ્ક્રીનનું એલ.ઇ.ડી. મુકાશેદેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અને કારેલીબાગ સ્થિત ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા બહુચરાજી મંદિરમાં આઠમે ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને તેના કારણે મંદિરમાં ભીડ એકઠી થાય છે. ભીડના કારણે વૃદ્ધો માટે માતાજીનાં દર્શન કરવાનું મુશ્કેલ બની જતું હોવાથી આ વર્ષે વહીવટી તંત્રે તમામ દર્શનાર્થીઓ માતાજીનાં દર્શન કરી શકે તે માટે વિશાળ સ્ક્રીનવાળુ એલ.ઇ.ડી. મૂકવાનો નિર્ણય લીધો છે. નોમના દિવસે રાજવી પરિવાર દ્વારા આરતી કરાશે અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હોવાનું મંદિરનાં વહીવટી સૂત્રોએ જણાવ્યું હતું.ફૂલ બજારમાં તેજી, શ્રીફળનું વેચાણ વધ્યુંનવરાત્રિ પર્વમાં પૂજા-હવનનું વિશેષ મહત્ત્વ છે.જેમાં શ્રીફળ અને ફુલોનો વિશેષ મહિ‌મા છે. ફુલબજારમાં આગઝરતી તેજી આવી છે. બીજી તરફ પવિત્ર શ્રીફળને મોંઘવારી નડી નથી. આજકાલ થતી પૂજા અને ગરબાડામાં ફૂલની ડિમાન્ડ વધવાને કારણે બે દિવસથી ફૂલોનાં ભાવ લગભગ ડબલ થઈ ગયા છે. જોકે ખરીદારોની સંખ્યામાં કોઈ ઘટાડો નોંધાતો નથી. વડોદરામાં આજે પીળા ગલગોટો ભાવ ૪૦ કિલો અને સામાન્ય ગોટા ૩૦ના ભાવે વેચાયા હતા.જ્યારે બે દિવસ અગાઉ આ ભાવ અનુક્રમે ૨૦ અને ૧પ કિલોના હતા. ૭૦ કિલોના ભાવે મળતાં ગુલાબનો આજનો ભાવ ૧૦૦થી ૧૨૦નો રહ્યો હતો. ખંડેરાવ માર્કેટ સ્થિત ફુલ બજારના વેપારી અશોક માળી જણાવ્યું કે, 'આગામી દિવસોમાં ફુલના ભાવ પાછા ઘટી જશે. હાલમાં ભરૂચ અને અંકલેશ્વરથી પણ ફુલ માટેના ઓર્ડર અપાઈ રહ્યાં છે.’ વડોદરામાં ગલગોટા ઇન્દૌર અને ઉજ્જૈન તરફથી આવે છે. જ્યારે ગુલાબ વડોદરા અને નડિયાદની આસપાસના વિસ્તારોમાંથી આવે છે.શ્રીફળને મોંઘવારી નડી નથીઆજકાલ વડોદરામાં શ્રીફળની ડિમાન્ડમાં પ૦ ટકાનો વધારો નોંધાયો છે. વેપારીઓએ આ દિવસોને ધ્યાનમાં રાખી જંગી સ્ટોક રાખ્યો છે. નવરાત્રિમાં આઠમ અને નોમના દિવસોને વર્ષના વિશેષ દિવસો ગણાવતા વેપારીઓ કહે છે કે આજકાલ વડોદરામાં રોજ ૭-૮ ટ્રક ભરીને શ્રીફળ આવી રહ્યાં છે. જે સામાન્ય દિવસોમાં પાંચ ટ્રક માલ આવતો હોય છે.શ્રીફળની માગ વધે છેઆસો સુદી નવરાત્રિ દરમિયાન ખાસ કરીને આઠમ અને નોમના દિવસે શ્રીફળનું વેચાણ સૌથી વધુ થતુ હોય છે. ખાસ કરીને મંદિરોમાં નારિયળ હોમવાને કારણે તેની મોટી ડિમાન્ડ હોય છે. અશોક જયસિંઘાની, વેપારી, ફતેપુરાશ્રીફળનું વિશેષ મહત્ત્વશ્રીફળનું ધાર્મિ‌ક મહત્ત્વ પણ છે. હવનમાં હોમવામાં આવતા શ્રીફળને પોતાના મનની દુર્મતિનું પ્રતીક, પૂજામાં પ્રાણનું પ્રતીક અને મૂર્તિ‌ સમક્ષ મૂકીએ સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રતીકથી લક્ષ્ય(શ્રી) મળે થાય છે, તેથી તેને શ્રીફળ કહેવામાં આવે છે. પ્રશાંત સાહિ‌બ, બગલામુખી શક્તિપીઠ.