કલ્પેશ રાવળને તીક્ષ્ણ હથિયારના સાત ઘા માર્યા બાદ ઘસેડયો હતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી, હત્યાના ગુનામાં પોલીસે ૯ શકદારો સામે ગુનો નોંધ્યો

ભાજપના કાર્યકર કિશોર ગોંધડી હત્યા કેસમાં સંડોવાયેલા કલ્પેશ રાવળની ગુરુવારે રાત્રે હત્યા થતાં મૃતકના ભાઇએ હત્યામાં ૯ શખ્સો સામે શંકાની સોય તાકી છે. ગત ફેબ્રુઆરીમાં ભાજપના કાર્યકર કિશોર ગોંધડીની હત્યામાં સંડોવાયેલો કલ્પેશ રાવળ ૨૪મી ઓક્ટોબરે જામીન પર છૂટયો હતો.ગુરુવારે તેની હત્યા થઇ હતી.

મૃતકના ભાઇ અમિત રાવળે કિશોરની હત્યાની અદાવતે જ ખૂન કરાયું હોવાની ફરિયાદ નોંધાવી કિશોરના સાળા લખન બળગે, મામાનો છોકરો વિકી, ગણેશ ઉત્તેકર, કમલેશ સૈંઘાણે, મુકેશ મોચી, રમેશ મિસ્ત્રી,યશવંત પાટિલ ઉર્ફે તાતિયો, ગોટુ લિમ્બા પાટિલ અને રાજા લિમ્બા પાટિલ સામે શંકા વ્યક્ત કરતાં પોલીસે તમામ ૯ શકદારો સામે ગુનો નોંધ્યો હતો. પોસ્ટર્મોટમ અને એફએસએલના પરીક્ષણમાં કલ્પેશ પર તિક્ષ્ણ હથિયારના ૭ ઘા ઝીંકી ૩૦ ફૂટ જેટલો ઘસડયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. વધુમાં કલ્પેશની અગાઉથી જ રેકી કરાઇ હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. શુક્રવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રા નીકળી હતી. પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસે સાવધાની રાખી હતી.

આરોપીના સ્વજનોનો ધ્રુજારો
ઘાયલ અને શીરડી ગયેલા લોકો સામે પણ ગુનો નોંધ્યો


વડોદરા.૯ શકદારોના સ્વજનો પૈકી આશાબહેન બળગેએ જણાવ્યુ હતું કે તેમનો પિતરાઇ વિકી રેણુકેને મંગળવારે બાઇક સ્લીપ થતાં કલાવતી હોસ્પિટલમાં છે હોસ્પિટલમાં હોવા છતાં કે કેવી રીતે હત્યા કરી શકે ? આશાબહેન પાટિલે કહ્યું કે તેમના બે પુત્રો ગોટુ અને રાજા ગુરુવારશીરડી ગયા છે જ્યારે ગણેશ ઉત્તેકરની માતા રાગીણીબહેને પુત્ર શીરડી ગયો હોવાનું જણાવ્યું હતું. વળી લખન તો દીવાળી પહેલા જ ભૂસાવલ ગયો હતો જ્યારે કમલેશ સૈંઘાણે નોકરી પર હતો તેમ સ્વજનોએ કહ્યું હતું.

લાલા ભરવાડ સાથે માથાકૂટ થઇ હતી
કલ્પેશે લાલા ભરવાડ પાસેથી ૮૦ હજાર વ્યાજે હાથઉછીના લીધા હતા. બાકી રૂપિયાની ઉઘરાણી માટે લાલાએ કલ્પેશને કિશનવાડી પાસે બોલાવ્યો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી ઉપરાંત ઝપાઝપી પણ થઇ હોવાની માહિ‌તી મળી છે. બંને છૂટા પડયા બાદ થોડીવારમાં જ કલ્પેશ પર જીવલેણ હુમલો હતો. હુમલામાં લાલા ભરવાડની સંડોવણી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે શું ક્ર્યું ?
કલ્પેશના ભાઇની ફરિયાદ મુજબ ૯ સામે ગુનો નોંધ્યો
સાક્ષી વગર શંકા પરથી આરોપીના નામ લખ્યા
શકદારો સામે સાંયોગિક પુરાવો એકત્રિત કર્યો નથી

શું કરવું જોઇતું હતું?
આરોપીની કોલમમાં નમૂદ નથી તેમ દર્શાવીશંકા જાહેર કરવી જોઇતી હતી
ઓછામાં ઓછો એક સાક્ષી મળે તેવા પ્રયાસ કરવો
ફોજદારી કાયદા મુજબ શંકા પુરાવાનું સ્થાન લઇ ન શકે તેમ હોય આરોપી દર્શાવી શકાય નહિ‌.
ધારાશાસ્ત્રી શૈલેષ પટેલ સાથે વાતચીતના આધારે

હજુ ધરપકડ કરી નથી
હજુ ધરપકડ થઇ નથી. અજય રાવળે શંકા વ્યક્ત કરી તે ૯ શકદારો સામે ગુનો નોંધ્યો છે. કલ્પેશને લાલા ભરવાડ સાથે ઝઘડો થયો હતો. અમે તેની પણ પૂછપરછ કરી રહ્યા છીએ.
બી.એમ.ચૌધરી, પીઆઇ -કિશનવાડી