દિવાળી પર્વની ખરીદી માટે તિબેટિયન માર્કેટ ધમધમ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ખરીદી કરવા ઉમટી પડેલા લોકો)
- દિવાળી પર્વની ખરીદી માટે તિબેટિયન માર્કેટ ધમધમ્યું
- હજુ ઠંડીની મોસમ જામી નથી ત્યારે ફોર્મલ કપડાં ખરીદવા લોકો ઉમટ્યાં
વડોદરા : વડોદરા શહેરમાં ઠંડીના હજી કોઇ વાવર નથી અને તાપમાનમાં ગરમી પણ ઘટતી નથી. દર વર્ષે શિયાળામાં ગરમ કપડાંના બજાર તરીકે વિખ્યાત તિબેટિયન માર્કેટમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જોકે આ ધમધમાટ ગરમ કપડાંની ખરીદી માટેનો નહીં પરંતુ દિવાળી પર્વે ફોર્મલ કપડાંની ખરીદી માટેનો છે. ઉલ્લેખનીય છે કે, કલાભુવન ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે તિબેટિયન માર્કેટ શરૂઆત થાય છે અને તેમાં મોટી સંખ્યામાં તિબેટિયન લોકો ગરમ કપડાંનું વેચાણ કરવા માટે આવે છે.

શિયાળામાં ગરમ કપડાંની ખરીદી માટે લોકોની પહેલી પસંદ તિબેટિયન માર્કેટ જ હોવાના કારણે લોકો મોટી સંખ્યામાં ગરમ કપડાં ખરીદવા માટે જતાં હોય છે. આ વર્ષે પણ તિબેટિયન માર્કેટ શરૂ થઇ ગઇ છે અને ઠંડી પડવાની શરૂ થતાં જ આ માર્કેટમાં લોકો ખરીદી માટે જવાનું શરૂ કરશે.