તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગરવાડામાં બેસતા વર્ષે બે જૂથ વચ્ચે પથ્થરમારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-નજીવી તકરાર બાદ બે કોમનાં ટોળાં સામ સામે આવી જતાં તંગદિલી
-બીજા દિવસે પણ પથ્થરમારો થતાં ભારેલા અગ્નિ‌ જેવી સ્થિતિ

નાગરવાડામાં બેસતા વર્ષના દિવસે બે કોમના ટોળા સામ સામે આવી જતાં પથ્થરમારો થયો હતો. જેમાં પને ઇજા પહોંચી હતી.નાગરવાડાના સૈયદપુરામાં રહેતા કાદર લીયાકત ખાન પઠાણે ફરિયાદ નોંધાવી હતી કે નાગરવાડા બળિયાદેવ મંદિર પાસે તેમના બનેવી માજિદખાન રિકશાનો વકરો લેવા તા. ૩ના રોજ ગયા હતા. રાતે પોણા નવ વાગ્યાના અરસામાં કોઇ કારણોસર તકરાર થતાં બૂટલેગર દિલીપ ધનજી મકવાણા, વિકો ધનજી મકવાણા અને રમો ઉર્ફે માતાજીએ તલવાર અને પાઇપ, હોકીથી હુમલો કર્યો હતો.

આ ઝઘડાની અદાવતે કાદર, નજીર અને બાબરે કોઠી પોળના સાંઇ એપાર્ટમેન્ટમાં રહેતાં વિશ્વનાથ પંડયા પર તા. ૪ના રોજ સાડા આઠ વાગે હુમલો કર્યો હતો. આ હુમલાને પગલે નાગરવાડાના રોહિ‌તવાસના નાકે હિ‌ન્દુ અને મુસ્લિમ કોમના ટોળાં સામ સામે આવી જતાં પથ્થરમારો થયો હતો.અડધો કલાક સુધી ચાલેલી માથાકૂટના પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. બનાવને પગલે પોલીસે પહોંચી જઇ ટોળાં વિખેરી નાખ્યા હતા. પોલીસે આ અંગે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી ટોળાં સામે ગુનો દાખલ કર્યો હતો. જો કે બનાવના પડઘા તા. પમીએ પણ આ વિસ્તારમાં પડયા હતા. જેમાં રાતે ફરી બંને કોમના ટોળા સામ સામે આવી જતાં પથ્થમારો થયો હતો. પોલીસે ગુનો નોંધી કાદર સહિ‌તએની ધરપકડ કરી હતી.

જુગારના કારણે તકરાર
પથ્થરમારામાં પોલીસની પીસીઆરવાન અને અન્ય એક જીપના કાચ તૂટી ગયા હતા. બે કોમ વચ્ચે થયેલા ઝઘડાના મૂળમાં જુગાર કારણભૂત હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહયું છે. આ વિસ્તારમાં રમાતા જુગારમાં પૈસાની ઝૂંટ કર્યાની વાતે તકરાર થતાં પથ્થરમારો થયો હતો.
પોલીસની બેદરકારી છતી થઇ

નાગરવાડામાં અગાઉ પણ છમકલાં થયેલાં છે. ત્યારે પોલીસે દિવસો સુધી બંદોબસ્ત રાખવો પડયો હતો. પરંતુ તા. ૪ના રોજ થયેલા છમકલાં બાદ પોલીસે બંદોબસ્તની તકેદારી ન રાખતા તોડાનીઓને છુટ્ટો દોર મળ્યો હોય તેવો માહોલ સર્જા‍યો હતો. જેને પગલે તા. પમીએ ફરી પથ્થરમારો થયો હતો.