મોટીકોરલ નર્મદામાં ૩ યુવાનો ડૂબ્યા: એક યુવકનો બચાવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકાની નર્મદા નદીમાં ત્રણ સ્થળોએ ગણેશ વિસર્જન કરવામાં આવે છે. જેમાં કહોણા ગામે રામાનંદ આશ્રમ ખાતેના ઘાટે તથા નારેશ્વરના ઘાટે અને મોટીકોરલ નર્મદા નદીમાં ગણેશ વિસર્જન સમયે વલણ, દેથાણ અને મોટી કોરલ ગામના ત્રણ યુવાનો સાંજના સમયે નર્મદા નદીમાં ડૂબતાં એક યુવાનને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો. જ્યારે નર્મદા નદીના વહેણમાં બે યુવાનો લાપતા થતાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેઓની શોધખોળ ચાલુ છે. આજે સાંજના સમયે મોટીકોરલ ખાતે ગણેશ વિસર્જન થઇ રહ્યું હતું ત્યારે નર્મદા નદીમાં એક સાથે ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાં મોટીકોરલ ગામનો યોગેશભાઇ નટુભાઇ પરમાર નામના યુવાનને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધો. જ્યારે વલણ ગામનો રાજુભાઇ રમેશભાઇ વસાવા તેમજ દેથાણ ગામનો હિ‌તેશભાઇ સુરેશભાઇ ગોહિ‌લ નર્મદા નદીના પાણીમાં લાપતા થતાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા આ બે યુવાનોની શોધખોળ ચાલું છે.