મકરપુરા જીઆઈડીસીની ફેક્ટરીમાંથી રૂ. ૨.૨૬ લાખની મતાની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: મકરપુરા જીઆઈડીસીમાં આવેલી એક બંધ ફેક્ટરીના મેઈન દરવાજાના લોકનો નકુચો તોડી તેમાંથી ૧૪ નંગ કોપરના પાટા સાથે કુલ રૂ. ૨.૨૬ લાખની મતા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
બનાવની પ્રાપ્તમાહિતી અનુસાર, માંજલપુરની આકાશવાણી પાછળ આવેલી આકાશદિપ સોસાયટીમાં કલ્પપા ઉર્ફે કાલુભાઈ શંકરભાઈ બળીગર રહે છે. તેઓ મકરપુરા જી.આઈ.ડી.સી. માં વિનય એન્જીનીયર ઈન્ડસ્ટ્રી નામની કંપની ધરાવે છે. ગુરૂવારે રાત્રે સાડા આઠ કલાકે તેઓ પોતાની ફેક્ટરી બંધ કરીને ઘરે ગ્યા હતા. દરમ્યાન શુક્રવારે સવારે તેઓ સાડા આઠ કલાકે ફેક્ટરી પર આવ્યા હતા ત્યારે તેમની બંધ ફેક્ટરીના મેઈન દરવાજાના લોકનો નકુચો તૂટેલો હોવાનું માલૂમ પડ્યું હતું. તસ્કરોએ ફેક્ટરીમાંથી કોપરના પાટા બંડલ નંગ ૧૪ કિ. રૂ. ૨.૨૦ લાખ અને સી.પી.યુ. કિં. રૂ. ૬ હજાર મળી કુલ રૂ. ૨.૨૬ લાખની મતાની ચોરી કરી હતી. બનાવ અંગે તેમણે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.