તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૨૪ ચોરીનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર, દોડધામ બાદ પણ પત્તો ન લાગ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-૨૪ ચોરીનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો
-મકરપુરા પોલીસ સ્ટેશનમાં પૂછતાછ માટે રૂમમાં લઇ ગયા બાદ બનેલો બનાવ
-પોલીસ કર્મચારી ઝેરોકસ કઢાવવા જતાં આરોપી મહેશ બારિયાએ તકનો લાભ લઇ લીધો
-દોડધામ બાદ પણ પત્તો ન લાગ્યો : આરોપી અને પોલીસ કર્મચારી બંને સામે ગુનો નોંધાયો

મકરપુરા તેમજ પોર જીઆઈડીસી સહિ‌તના વિસ્તારમાં ૨૪ થી વધુ ચોરીઓ કરી હાહાકાર મચાવનારા ત્રણ ચોરોને બુધવારે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયા હતા. જેમાં બે આરોપીને ડીસીપી ક્રાઈમે માંજલપુર પોલીસ સ્ટેશનમાં જ્યારે એક આરોપીને મકરપુરા પોલીસ સ્ટેશને મોકલી આપ્યો હતો. જેમાં આજે સવારે સાડા અગિયાર કલાકની આસપાસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવેલો એક આરોપી રાઈટરની નજર ચૂકવી ભાગી જતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે મકરપુરા પોલીસે આરોપી અને વ્રાઈટર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ડીસીપી ક્રાઈમ બ્રાન્ચને મળેલી એક ગુપ્ત બાતમીને આધારે શહેરમાં ખાસ તો પોર અને જીઆઈડીસી વિસ્તારમાં ચોરીઓનો તરખાટ મચાવતા ત્રણ ઘરફાડ ચોરો જેમાં મહેશ ઉર્ફે લાલા રમણભાઈ બારિયા, ઈન્દર રામફેર પટેલ અને સુનીલ અંબાલાલ રાઠવાને ઝડપી પાડયા હતા. આ ત્રણ આરોપી પૈકી ઈન્દર રામફેર પટેલ તેમજ સુનીલ અંબાલાલ રાઠવાને પોલીસે માંજલપુર પોલીસ મથકે મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય એક આરોપી મહેશ ઉર્ફે લાલા રમણભાઈ બારિયાને મકરપુરા પોલીસ મથકે મોકલી આપવામાં આવ્યો હતો.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો