'શાસ્ત્રો-વેદોમાં બ્રહ્માંડના તમામ પ્રશ્નોનો ઉકેલ મળે છે'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંસ્કૃત મહાવિદ્યાલયમાં રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ
સેમિનારનું ઉદ્ઘાટન કરતાં પૂ.નૃગેન્દ્રલાલજી મહારાજ


મ.સ.યુનિવર્સિ‌ટીના સંસ્કૃત મહા વિદ્યાલયમાં આજથી બે દિવસીય વિષ્ણુયાગ અને જ્યોતિષના રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત સ્વામીનારાયણ સંપ્રદાયના પૂ.નૃગેન્દ્રલાલજી મહારાજે ટાંક્યું હતું કે, આજે બ્રહ્માંડમાં એવો કોઇ પ્રશ્ન નથી જેનો ઉકેલ આપણા શાસ્ત્રો-વેદોમાં ન હોય સંમેલનમાં જ્યોતિષવિદ્ોને વેદ-ખગોળ વિજ્ઞાનમાં સંશોધન કરી વૈજ્ઞાનિકનો જવાબ આપવા અનુરોધ કરાયો હતો.

વડોદરા સંસ્કૃત મહાવિદ્યાલયનું તાજેતરમાં નવીનીકરણ થયું છે. આ ઉપરાંત પ્રાંગણમાં મોટી યજ્ઞશાળા બનાવાઇ છે. આ બંને કાર્યો સંપન્ન થતાં તે નિમિત્તે આયોજિત વિષ્ણુયાગ અને જ્યોતિષ સેમિનારનો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રારંભ થયો હતો. ઉદ્ઘાટન ટાણે પૂ. નૃગેન્દ્રલાલજી મહારાજે વૈદિક સંસ્કૃતિનું અસ્તિત્વ ટકાવવા પર ભાર મૂકી વેદ-શાસ્ત્રોના આધારે જ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે ત્યારે તેના થકી ખગોળ વિજ્ઞાનને શ્રેષ્ઠત્તમ બનાવવા સૂચન કર્યું હતું.મધ્વ સંપ્રદાયના પૂ.વસંતાચાર્યે વૈદિક ખગોળની આવશ્યકતા હોવાનું જણાવી તે અંગે જ્યોતિષવિદોને વધુને વધુ સંશોધન કરી વૈજ્ઞાનિકોને જવાબ આપવા અનુરોધ કર્યો હતો.