• Gujarati News
  • The Supervisor Is Also Responsible For The Malpractice Action Plan Will Be Caught

એકશન પ્લાન જાહેર ગેરરીતિ પકડાશે તો સુપરવાઇઝર પણ જવાબદાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સ્થળ સંચાલક સામે પણ કાર્યવાહી હાથ ધરાશે
-પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી કેમેરા રાખવા કલેકટરે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં સૂચના આપી

બોર્ડ દ્વારા તા.૧૩મી માર્ચથી શરૂ થતી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાના સંદર્ભમાં આજે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં ધો.૧૦ના પાંચ અને ધો.૧૨ના ત્રણ મળીને કુલ ૮ ચોરી માટે પંકાયેલા સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો ગેરરીતી અટકાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે સીસીટીવી-ટેબ્લેટ મૂકવાનો નિર્ણય કર્યો છે. જ્યારે પરીક્ષાર્થી ગેરરીતી આચરતો પકડાય તો વગ નિરીક્ષક તેમજ સ્થળ સંચાલકને જવાબદાર ગણીને તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરાશે.

જિલ્લા પરીક્ષા સમિતિની જિલ્લા કલેકટર વિનોદરાવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્ય સચિવ અને શહેર જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે, પરીક્ષાના સ્થળની આસપાસ વાલીઓના ટોળા એકત્રિત ન થાય તે માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરીને અમલ કરાવાશે. પરીક્ષા સ્થળની આજુબાજુની ઝેરોક્ષની દુકાનો અધિકૃત અધિકારીની મદદતી બંધ કારવાશે. પરીક્ષા કેન્દ્રોની વિડીયોગ્રાફી કરાશે. અપંગ ઉમેદવારો માટે અલગ બ્લોક-રેમ્પની વ્યવસ્થા કરાઇ છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...