• Gujarati News
  • The Suez Treatment Plant Will Be Build Cost 202 Crore

વડોદરામાં ૨૦૨ કરોડના ખર્ચે બે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-મલિન ડ્રેનેજ જળના શુદ્ધિકરણ માટે, ૧૨૪ કરોડના ખર્ચે રાજીવનગર ખાતે સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે
-અટલાદરામાં જૂના પ્લાન્ટની જગાએ ૬૬ એમએલડીનો પ્લાન્ટ બનાવાશે

શહેરમાં મલિન ડ્રેનેજ જળના શુધ્ધિકરણ માટે ૨૦૨ કરોડ રૂપિયાના ખર્ચે બે નવા એસટીપી બનાવવા માટેનો ડીપીઆર તૈયાર કરીને તેની મંજુરી માટે સરકારમાં મોકલી આપવામાં આવ્યો છે.શહેરમા હાલમાં અટલાદરા, કપૂરાઇ, છાણી અને ગાજરાવાડી ખાતે એસટીપી કાર્યરત છે. આ એસટીપીમાં શહેરના મલિનજળ સહિ‌તના વેસ્ટને શુધ્ધિકરણ પ્રક્રિયા કરીને નિકાલ કરવામાં આવે છે.

સેવાસદનના સત્તાધીશોએ શહેરમાં નૂર્મ યોજના હેઠળ સુવરેઝ સિસ્ટમના ડીપીઆરની કામગીરીને અનુલક્ષીને કન્સ્લટન્ટન્ટની નિમણૂક કરી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં કારેલીબાગ વીઆઇપી રોડ માણેકપાર્ક જંકશનથી ડભોઇ રોડ જતી ટ્રંક લાઇનમાં સર ચાર્જની સ્થિતિ રહેતી હોય છે.જેમાંયે, વીઆઇપી રોડ, ઇન્દ્રપુરી, ન્યૂ હરણી, પી એન્ડ ટી કોલોની, માણેકપાર્ક, અયોધ્યાપુરીના પંપીગ સ્ટેશનના અશુધ્ધ મલિન પ્રવાહને વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા દુગ્ર્‍ાંધ અને મચ્છરોનો ત્રાસ યથાવત છે.

જેથી,રાજીવનગર(સયાજીપુરાના રે.સ.નંપ૩૯) ખાતે ૧૦૬ એમએલડી ક્ષમતાનો નવીન યુએએસબી ટેકનોલોજી પધ્ધતિ આધારિત પાવર જનરેશન અને ટર્સરી ટ્રીટમેન્ટ સાથે પ્લાન્ટ બનાવવાનુ આયોજન ડીપીઆર હેઠળ કરવામાં આવેલુ છે.આ ઉપરાંત, ૧૪૦૦ મીમી વ્યાસની ૮૦૦ મીટરની ટ્રંક ગ્રેવીટી નળિકા અને અયોધ્યાનગર એપીએસની પ્રેશરલાઇનને પ્લાન્ટમાં વાળવા ૩પ૦ મીમી વ્યાસની આશરે પ૦૦ મીટર લંબાઇની કામગીરી પણ કરવામાં આવશે.

અટલાદરા ખાતે વધારાના ૬૬ એમએલડી પ્લાન્ટ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જરૂરિયાત હોવાથી જૂના પ્લાન્ટની જગાએ નવો પ્લાન્ટ બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.જે અંતર્ગત, રૂા.૭૮.૨૨ કરોડનો ડીપીઆર તૈયાર કરાયો છે. હાલમાં અટલાદરા ખાતે ૪૩ એમએલડી ક્ષમતાના બે પ્લાન્ટ કાર્યરત છે અને ૧પ૧ એમએલડી ડ્રેનેજ પ્રવાહની આવક થાય છે. જૂનો ૨૭ એમએલડી પ્લાન્ટ હાલમાં કાર્યશીલ ન હોવાથી વધારાના ૪૪ એમએલડી સુએઝ શુધ્ધિકરણ કરાયા વગર વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે.