'...તો અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલ સસ્તુ મળશે’

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર'રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં પેટ્રોલ સસ્તુ મળશે અને આમ આદમી માટે ગાંધીનગરના દરવાજા ખુલશે. મોંઘવારીની વાતો કરતી રાજ્ય સરકાર પેટ્રોલ અને અન્ય ચીજવસ્તુ પર વેટ લે છે અને અન્ય જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પર પણ વેટ લેવાને કારણે મોંઘવારી વધી છે.’ તેમ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ આંકલાવ ખાતે બુધવારે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની બેઠકમાં જણાવ્યું હતું.જિલ્લાના આંકલાવ ખાતે બુધવારના રોજ કોંગ્રેસના આગેવાનો - હોદ્દેદારો, કાર્યકરોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં સંબોધન કરતા કેન્દ્રિ‌ય રેલવે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે 'વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિ‌ના બાકી રહ્યાં છે. આગામી વિધાનસભામાં આપણાં પક્ષની સરકાર રચાય તે માટે કમર કસવી પડશે. કોંગ્રેસને વધુ મજબૂત બનાવવી જરૂરી બની છે.’ આ પ્રસંગે જિલ્લાનાં ધારાસભ્ય અમિતભાઈ ચાવડા, રાજેન્દ્રસિંહ પરમાર, નિરંજનભાઈ પટેલ, લાલસિંહ વડોદિયા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રતનસિંહ પઢિયાર, તાલુકા પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર સહિ‌ત અન્ય હોદ્દેદારો તેમ જ કાર્યકરો હાજર રહ્યા હતા.દાઢીવાળા બાવાનો કેન્દ્ર દ્વારા અન્યાયનો રાગકેન્દ્રિ‌ય રેલવે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ પોતાના પ્રવચનમાં રાજ્ય સરકાર પર શાબ્દીક ચાબખાં માર્યા હતાં. આ સમયે રાજ્યનાં મુખ્યમંત્રીનું નામ લીધા વગર દાઢીવાળા બાવા તરીકે ઉદ્દબોધન કર્યુ હતું. તેઓએ જણાવ્યું હતું કે 'દાઢીવાળો બાવો વારંવાર બુમો પાડીને કહે છે કે કેન્દ્ર સરકાર અમને અન્યાય કરે છે. આ બહુરૂપી બાવાને પૂછે કે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ નાણાં ગુજરાતને કેન્દ્ર સરકારે આપ્યાં છે. પરંતુ બાવો વાપરતો નથી અને પછી બૂમો પાડે છે.’