• Gujarati News
  • The Home Designing Wall And Colored Satin Combination Will Ever See

આ ઘરની ડિઝાઈનિંગ વોલ અને સાટીન કલરનું કોમ્બિનેશન જોઈ ચોંકી જશો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માંજલપુર વિસ્તારમાં બનાવેલ ઘરમાં અઠવાડિયા પહેલાં જ રહેવા આવેલા પટેલ પરિવારે પોતાનું ઘર બીજા કરતાં સાવ અલગ બનાવ્યું છે. લોકો આખા ઘરમાં ડિઝાઈન કરે છે, જ્યારે આ ઘરના દરેક રૂમમાં માત્ર એક દીવાલ પર વર્ક કરીને તેને હાઈલાઈટ કરાઈ છે
- આ ઘરની દરેક દીવાલની આગવી ઓળખ છે
- ડિઝાઈનિંગ વૉલ, અને સાટીન કલરનું કોમ્બિનેશનથી આ ઘર વિશેષ લાગે છે


બિઝનેસપર્સન વલ્લભભાઈ પટેલની ઈચ્છા સિમ્પલ અને એલિગન્ટ ઘર બનાવવાની હતી. પણ, ઘર ખાસ તો હોવું જ જોઈએ. તેમની આ ઈચ્છા પ્રમાણે જ આર્કિટેક્ટ પૂનમ વિચારેએ ઘરના કલરને સૌમ્ય બનાવ્યો, પણ રૂમની એક વૉલને ખાસ બનાવી. માંજલપુર વિસ્તારમાં આવેલ તેમના આ ઘરની ખાસિયત એ છે કે, તેના દરેક રૂમની દિવાલ કંઈક ખાસ છે. દરેક રૂમની દિવાલને આકર્ષક બનાવવા માટે તેને વૉલ પેપરના માધ્યમથી ડેકોરેટ કરવામાં આવી છે.

આર્કિટેક્ટ પૂનમ વિચારે કહે છે કે, 'વ્હાઈટ કલરની યુનિટી તોડવા માટે મેં માત્ર એક જ વૉલને ડિઝાઈન કરવાનું નક્કી કર્યું. ડ્રોઈંગ રૂમ, માસ્ટર બેડરૂમ, કીડ્સ રૂમમાં માત્ર એક જ વૉલને ડેકોરેટ કરાઈ છે. દરેક રૂમની વૉલ પર જે-તે રૂમમાં રહેનાર વ્યક્તિની ઈચ્છા પ્રમાણે વૉલ પેપરની ડિઝાઈન મૂકાઈ છે. જેમ કે, ડ્રોઈંગ રૂમમાં ર્મોડનની સાથે એથનિક લુક આપવા માટે બ્રીક્સ વર્કનું વૉલ પેપર મૂકાયું છે.

જો કહેવામાં ન આવે તો આ વૉલ બ્રીક્સની જ હોવાનું લાગે છે. જ્યારે માસ્ટર બેડરૂમમાં ફ્લોરલ ડિઝાઈનનું થ્રીડી ઈફેક્ટનું વૉલ પેપર મૂકાયું છે. થ્રીડી ઈફેક્ટ્સને કારણે ફલોરલ ડિઝાઈન એમ્બોઝ્ડ કરાયેલી હોય કે સ્ટોનમાંથી બનાવેલી હોય તેવુ લાગે છે. જ્યારે, પુત્રના રૂમમાં એબ્સ્ટ્રેક્ટ ડિઝાઈન મૂકાઈ છે.’

આગળ જુઓ ઘરની વધુ તસવીરો અને વધુ વિગતો