તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરમજનક કૃત્યના આરોપીઓ સકંજામાં, કોલગર્લ રાખીને દંપતી કરાવતું દેહવેપાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુભાનપુરામાં અનીતિધામ ચલાવતાં દંપતી અને બે ગ્રાહકની ધરપકડ
- શ્રીજી ડુપ્લેક્સમાં મકાન ભાડે રાખી ગોરખધંધો ચલાવાતો હતો
- કોલગર્લ રાખીને દંપતી દેહવેપાર કરાવતું હોવાનો પર્દાફાશ: ત્રણ યુવતીઓનાં નિવેદન લેવાયાં

સુભાનપુરા અરૂણાચલ પાસેના શ્રીજી ડુપ્લેક્ષમાં ભાડાના મકાનમાં ધમધમતા કુંટણખાના પર પોલીસે દરોડો પાડી દંપતી અને બે ગ્રાહક સહિ‌ત ૪ જણને ઝડપી પાડયા હતા જ્યારે ૩ કોલગર્લના સાક્ષી તરીકે નિવેદન લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.પોલીસ સૂત્રિય માહિ‌તી મુજબ, સુભાનપુરા અરૂણાચલ સોસાયટી પાસેના શ્રીજી ડુપ્લેક્ષમાં ભાડાના મકાનમાં અનીતિ ધામ ચાલતું હોવાની ગોરવા પોલીસને બાતમી મળતાં પ્રો.પીએસઆઇ સ્મીતાબહેન રોહિ‌તે બપોરે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે મકાનના જુદા-જુદા ઓરડામાં તપાસ કરતાં કોલગર્લને રાખીને કુંટણખાનું ચલાવાતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

પોલીસે કુંટણખાનું ચલાવતી દંપતી ધર્મેશ ઇશ્વર માળી અને ઉષા ધર્મેશ માળીને ઝડપી પાડયા હતાં. આ ઉપરાંત ગ્રાહક તરીકે આવેલા છાણી બસ સ્ટેન્ડ પાછળ વુડાના મકાનમાં રહેતા પ્રકાશ છગન પરમાર અને છાણી પાણીની ટાંકી પાસે રહેતા ભાવેશ ઉર્ફે ઇમરાન ઇસ્માઇલ ઘાંચીને પણ પકડયા હતાં. ઘરમાંથી ૩ કોલગર્લ પણ મળી આવી હતી. યુવતીઓ રાખી દંપતી અનીતિધામ ચલાવતું હતું. પોલીસે કોલગર્લના સાક્ષી તરીકે નિવેદન લઇ જવા દીધા હતા જ્યારે દંપતી અને બે ગ્રાહક સહિ‌ત ૪ જણની ધરપકડ કરી તેમની ધરપકડ કરી હતી.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો